Get The App

ઇરાને ઇન્ટરનેટ પ્રતિબંધ દૂર જલદીથી દૂર કરવાના સંકેત આપ્યા, પરિસ્થિતિ થાળે પડી રહી હોવાનો દાવો

ઇરાન સરકારે ૮ જાન્યુઆરીથી ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકયો હતો

ઇરાનમાં ઘણા સમયથી સરકાર વિરોધી પ્રદર્શનો ચાલે છે

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાને ઇન્ટરનેટ પ્રતિબંધ દૂર જલદીથી દૂર કરવાના  સંકેત આપ્યા, પરિસ્થિતિ થાળે પડી રહી હોવાનો દાવો 1 - image

તહેરાન,૨૦ જાન્યુઆરી,૨૦૨૬,મંગળવાર 

ઇરાનમાં ઘણા સમયથી ચાલતા સરકાર વિરોધી પ્રદર્શનો અને વિવાદનું આંતરરાષ્ટ્રીયકરણ થયા પછી પરિસ્થિતિ થાળે પડી રહી હોવાના સંકેત મળી રહયા છે. ઇરાન સરકારે વધતા જતા વિરોધ પ્રદર્શનાના પગલે ૮ જાન્યુઆરીથી  ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકયો હતો જે ક્રમશ દૂર કરવાનો ઇશારો કર્યો છે. ડિસેમ્બરના અંતમાં ઇરાનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા પછી અમેરિકા અને ઇઝરાયેલે સમગ્ર ઘટનાક્રમને ગંભીરતાથી લીધો હતો.અમેરિકાએ ખૌમેની સરકારની દમનકારી નીતિઓની વિરુધ સૈન્ય કાર્યવાહીની પણ ધમકી આપી હતી. 

જો કે ઇરાન સરકારનો દાવો છે કે છેલ્લા કેટલાક દિવસથી કોઇ મોટા પ્રદર્શન થયા નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. સમાચાર એજન્સી રોયટર્સે એક ઇરાની અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે પ્રદર્શનકારી ઓ અને સુરક્ષાદળો વચ્ચેની ઝપાઝપીમાં ૫૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ થઇ છે. ઇરાનના મીડિયા કેન્દ્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા અધિકારીઓએ ઘાયલ થયેલા પ્રદર્શનકારીઓની હોસ્પિટલમાં ઘૂસીને ધરપકડ કરી હતી. સુધારાવાદી સમાચારપત્ર હામ મીહાનમાં પ્રકાશિત થયેલા કેટલાક લેખોને ઇરાનના રુઢિવાદીઓએ સામાજિક તણાવનું કારણ ગણાવ્યા હતા.