World

ઇરાન યુધ્ધને નાટો સાથે કોઇ સંબંધ નથી. જર્મનીએ ટ્રમ્પને મદદ માટે ના પાડી દીધી

By GS TEAM
16 Mar 20262 mins read
ઇરાન યુધ્ધને નાટો સાથે કોઇ સંબંધ નથી. જર્મનીએ ટ્રમ્પને મદદ માટે ના પાડી દીધી

ન્યૂયોર્ક,૧૬ માર્ચ,૨૦૨૬,સોમવાર 

ઇરાન અને ઇઝરાયેલ વચ્ચેનું સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઇને વધુ સંવેદનશીલ બન્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સહયોગીઓ આ જળમાર્ગ ખોલવા માટેના પ્રયાસોમાં મદદ કરવાનો આગ્રહ કર્યો છે. એટલું જ નહી જો સહયોગી દેશો મહત્વપૂર્ણ   સમુદ્રી માર્ગ સુરક્ષિત કરવામાં મદદ નહી કરે તો નાટોના ભવિષ્ય માટે સારું હશે નહી એવી પણ ટ્રમ્પે ધમકી આપી છે.

જર્મન સરકાર તો ઇરાન યુધ્ધને નાટો સુરક્ષા સંગઠન સાથે કોઇ સંબંધ નહી હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. જર્મન સરકારના પ્રવકતાએ જણાવ્યું હતું કે યુધ્ધ ચાલે છે ત્યાં સુધી કોઇ પણ પ્રકારની સૈન્ય ભાગીદારી થશે નહી. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટેના આર્મી ઉપાયનો વિકલ્પ પણ રાખશે નહી.નાટો સંગઠન પોતાના ઇલાકાના રક્ષણ માટેનું ગઢબંધન છે. હાલમાં નાટો તૈનાતીનો અધિકારપત્ર નથી. જર્મન ચાંસેલર ફ્રીડરિષ મૈતર્સએ મધ્યપૂર્વનું યુધ્ધ જલદીથી ખતમ કરવા પર ભાર મુકયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ આ અંગે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર સાથે પણ વાત કરી છે. ટ્રમ્પનું માનવું છે કે જે દેશોને હોર્મુઝ સ્ટ્રેટ પરથી તેલ પરિવહનનો લાભ મળે છે તેમને ચોકકસ મદદ કરવી જોઇએ.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે જેમાં ચીન, ફ્રાંસ, જાપાન, દક્ષિણ કોરિયા અને બ્રિટન સહિતના દેશો પાસે મદદ માંગી છે. ઓસ્ટ્રેલિયા, ઇટાલી, જર્મની અને સ્પેને પણ આ ઝગડામાં જોડાવાની ના પાડી દીધી છે. ચીન માને છે કે બંને પક્ષોએ વાતચીતથી તણાવ ઘટાડવા પ્રયાસ કરવા જોઇએ. જાપાન વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર જાપાન પોતાના નિર્ણયો જાતે જ લે છે. માત્ર ટ્રમ્પના અનુરોધના આધારે જહાજ મોકલી શકે નહી. રક્ષા મંત્રાલય માને છે કે કોઇ પણ પ્રકારની તૈનાતી માટેનો કઠિન નિર્ણય લેવો સહેલો નથી. ટોકયો સમગ્ર ઘટનાક્રમ પર સાવચેતીથી ચાંપતી નજર રાખી રહયા છે.