Get The App

યુદ્ધવિરામ બાદ ઈરાનમાં ઇઝરાયલના 'જાસૂસો' સામે આક્રમક કાર્યવાહી, 3ને ફાંસી, 700ની ધરપકડ

Updated: Jun 25th, 2025

GS TEAM

Google News
Google News
યુદ્ધવિરામ બાદ ઈરાનમાં ઇઝરાયલના 'જાસૂસો' સામે આક્રમક કાર્યવાહી, 3ને ફાંસી, 700ની ધરપકડ 1 - image

Iran Israel War: ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભલે સીઝફાયર થયું હોય પણ તણાવ ઓછો થયો નથી. ઈરાને આજે સવારે ત્રણ લોકોને ઇઝરાયલ માટે જાસૂસી કરવા અને હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં ફાંસીની સજા ફટકારી છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઈદરીસ અલી, આઝાદ શોજાઈ અને રસૂલ અહમદ રસૂલને હત્યાના ષડયંત્રમાં જરૂરી હથિયારો ઈરાનમાં લાવવાનો પ્રયાસ કરવા બદલ સજા ફટકારવામાં આવી છે. આ મામલે તેમની વિરુદ્ધ કેસ થયો હતો. આજે સવારે ઉરમિયા શહેરમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી.

જાસૂસી બદલ સજા-એ-મોત

ઈરાનના ઉત્તર-પશ્ચિમ શહેર ઉરમિયાની જેલમાંથી ત્રણેય આરોપીની તસવીરો જાહેર કરવામાં આવી હતી. આ શહેર તુર્કિયેની સરહદ નજીક છે. ઈરાન અવારનવાર ઇઝરાયલ અને અન્ય વિદેશી ગુપ્તચર એજન્સીઓ માટે જાસૂસી કરવાની શંકામાં લોકોની ધરપકડ કરી ફાંસીની સજા ફટકારે છે.

આ પણ વાંચોઃ ટ્રમ્પના બોમ્બ પણ ઈરાનનું કંઈ ના બગાડી શક્યા, અમેરિકન રિપોર્ટમાં જ ખુલી પોલ

12 દિવસમાં 700 લોકોની ધરપકડ

ઈરાને છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઇઝરાયલ સાથે સંબંધ હોવાના આરોપમાં આશરે 700 લોકોની ધરપકડ કરી છે. આ માહિતી ઈરાનની સ્થાનિક મીડિયા એજન્સીએ આપી હતી. આ તમામ પર ઇઝરાયલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદ સાથે સંબંધ, ગુપ્ત જાણકારી આપવા બદલ, સૈન્ય મથકોને નિશાન બનાવવામાં મદદ કરવાનો આરોપ મૂકાયો છે. તમામની પૂછપરછ થઈ રહી છે. તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી શકે છે. ઈરાને ઇઝરાયલ માટે કામ કરનારાઓને પકડવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. 

ઈરાન-ઇઝરાયલે સીઝફાયરનો ભંગ કર્યો

ગઈકાલે સવારે ઈરાન અને ઇઝરાયલે છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા ભીષણ યુદ્ધ પર સીઝફાયર કર્યું હતું. જો કે, સીઝફાયરની જાહેરાતના થોડા કલાકોમાં જ ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. બીજી તરફ ઇઝરાયલે પણ વળતો જવાબ આપતાં તેહરાનમાં બે એરસ્ટ્રાઇક કરી હતી. બંને દેશો દ્વારા સીઝફાયરનો ભંગ કરાતા અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ નારાજ થયા હતા. ઉલ્લેખનીય છે, ટ્રમ્પે જ વહેલી સવારે બંને દેશો વચ્ચે સીઝફાયર થયું હોવાની જાહેરાત આપી હતી.

યુદ્ધવિરામ બાદ ઈરાનમાં ઇઝરાયલના 'જાસૂસો' સામે આક્રમક કાર્યવાહી, 3ને ફાંસી, 700ની ધરપકડ 2 - image