For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પોતાના પરમાણુ કાર્યક્રમને લીધે વધતા તણાવ છતાં ઇરાને તેનાં ICBMની રચના કરી

Updated: May 26th, 2023

Article Content Image

- ઉ.કોરિયાનાં મુસુડાન મિસાઈલની પ્રતિકૃતિ બનાવી

- ઇરાને અન્ય મિસાઈલનું નામ 'ખીબર' રાખ્યું છે, 7મી સદીમાં તે યહુદી કીલ્લો મુસ્લિમોએ જીત્યો હતો તે પરથી આ નામ રખાયું છે

તહેરાન : ઇરાને આજે (ગુરૂવારે) જાહેર કર્યું હતું કે તેણે તેનાં 'લિક્વિડ-ફયુએલ્ડ' ઇન્ટર-કોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઈલ 'ખોર્રમ શહર'ની રચના કરી છે.

પોતાના પરમાણુ કાર્યક્રમને લીધે પશ્ચિમ સાથે વધતી તંગદિલી છતાં ઇરાને આ મિસાઈલનું પરીક્ષણ કર્યું છે તેવું પણ જાણવા મળ્યું છે કે, મિસાઈલ ઉત્તર કોરિયાનાં 'મુસુડાન' મિસાઈલની પ્રતિકૃતિ સમાન છે. તેટલું જ નહીં પરંતુ તે મિસાઈલ રચવામાં ઉ.કોરિયાના વિજ્ઞાાનીઓ અને ટેકનિશિયનોની પણ સહાય લેવામાં આવી હોવાનું કહેવાય છે.

સત્તાવાળાઓએ ટ્રક પર ગોઠવેલું આ મિસાઈલ પત્રકારોને તહેરાનમાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન દર્શાવ્યું પણ હતું.

મિસાઈલનું નામ ખોર્રમ શહર-૪ રાખવામાં આવ્યું છે. આ નામ ૧૯૮૦ના દાયકામાં ફાટી નીકળેલાં ઇરાક-ઈરાન યુદ્ધ સમયે જે શહેરોમાં સૌથી વધુ ધમાસણ યુદ્ધ થયું હતું તે ખોર્રમ શહર ઉપરથી રાખવામાં આવ્યું છે. આ મિસાઈલ જે ટ્રક ઉપર રાખવામાં આવ્યું હતું તેની સાથે અલ-આશા-મસ્જિદના ગોલ્ડન-ડૉમની પ્રતિકૃતિ પણ રાખવામાં આવી હતી. તેમજ ટેમ્પલ-માઉન્ટની પણ પ્રતિકૃતિ રાખવામાં આવી હતી. આ સ્થિતિ યહુદીઓ અને મુસ્લિમો બંને માટે પવિત્ર અને આરાધ્ય છે.

આ ખોર્રમ-શહર-૪ મિસાઈલ ઉપરથી એવી પણ ગણતરી નીરિક્ષકો માંડે છે કે સંભવત: આ પૂર્વે આમાં મિસાઈલ્સનાં પરીક્ષણ થઈ ચૂક્યા હશે.

આ મિસાઈલની રેન્જ ૨૦૦૦ કિ.મી. છે તે ૧,૫૦૦ ડિગ્રી જેટલું વજન તેનાં વૉર-રેડમાં લઈ જઈ શકે તેમ છે. એટલે કે નાનો બોમ્બ લઈ જઈ શકે તેમ છે. ઇઝરાયેલને તે દુશ્મન ગણે છે, ત્યાં સુધી આ મિસાઈલ પ્રહાર કરી શકે તેમ છે.

Gujarat