મધ્ય પૂર્વમાં યુદ્ધ રોકવા ઈરાને 5 મોટી શરતો મૂકી, ડોનાલ્ડ ટ્રમ્પને લાગશે તગડો ઝટકો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Iran America War: યુદ્ધ વચ્ચે ઈરાને અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામનો સમય નક્કી કરવાના કોઈપણ પ્રયાસને ધરમૂળથી ફગાવી દીધો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ચાલી રહેલા યુદ્ધને ત્યારે જ સમાપ્ત કરશે જ્યારે તેની પોતાની 5 શરતો પૂરી થશે.
તેહરાને અમેરિકાના પ્રસ્તાવની સમીક્ષા કરી, પણ સ્વીકાર્ય નથી!
ઈરાની સરકારી ચેનલ પ્રેસ ટીવીના જણાવ્યા અનુસાર, તેહરાને અમેરિકાના પ્રસ્તાવની સમીક્ષા કરી છે, પરંતુ તેની શરતો સ્વીકારી નથી. એક વરિષ્ઠ અધિકારીએ એમ પણ કહ્યું કે આ પ્રસ્તાવ પર ઈરાનની પ્રારંભિક પ્રતિક્રિયા સકારાત્મક નથી, જો કે અત્યારે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકા સમક્ષ ઈરાન 5 શરતો મૂકી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જે નીચે મુજબ છે.
'ઈરાન નક્કી કરશે ક્યારે ખતમ થશે યુદ્ધ'
તેહરાને સ્પષ્ટપણે કહ્યું કે યુદ્ધ ક્યારે ખતમ થશે તેનો નિર્ણય માત્ર ઈરાન જ લેશે. ડોનાલ્ડ ટ્રમ્પને યુદ્ધ સમાપ્ત કરવાનો સમય નક્કી કરવા દેશે નહીં અને જ્યારે તેની તમામ શરતો પૂરી થશે ત્યારે જ લડાઈ રોકશે.
'હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનું સાર્વભૌમત્વ'
ઈરાનની મુખ્ય માંગણીઓમાં હોર્મુઝ સ્ટ્રેટ પર તેની સાર્વભૌમત્વની માન્યતાનો સમાવેશ થાય છે, જેને ઈરાને'કાનૂની અધિકાર' ગણાવ્યો છે.
'નુકસાનની જવાબદારી નક્કી કરવા અને વળતરની માગ'
આ સિવાય ઈરાને યુદ્ધને કારણે થયેલા નુકસાનની જવાબદારી નક્કી કરવાની અને વળતર આપવાની પણ માગ કરી છે.
'ક્ષેત્રમાં સંગઠનો વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી બંધ થાય'
ઈરાને એમ પણ કહ્યું કે ભવિષ્યમાં ફરી યુદ્ધ ન થાય તે માટે નક્કર ગેરેંટી આપવી જોઈએ. સાથે જ એવી પણ માંગણી કરી છે કે માત્ર ઈરાન વિરુદ્ધ જ નહીં, પરંતુ ક્ષેત્રના અન્ય સંગઠનો વિરુદ્ધ પણ તમામ સૈન્ય કાર્યવાહી બંધ કરવામાં આવે.
આ પણ વાંચો: 'આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ', મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ
પોતાની શરતો અને સમય અનુસાર યુદ્ધ ખતમ કરીશું
જ્યાં સુધી તેની તમામ શરતો પૂરી નહીં થાય ત્યાં સુધી તેના સૈન્ય અભિયાનો ચાલુ રહેશે. ઈરાન પોતાની શરતો અને સમય અનુસાર યુદ્ધ ખતમ કરશે અને વર્તમાન અમેરિકન પ્રસ્તાવ હજુ પણ તેને સ્વીકાર્ય નથી.








