ચીનમાં ઘાતક હુમલાની માહિતી દબાવી દેવાઈ છે : અર્થતંત્રની નકારાત્મક બાબતો દબાવી દેવાય છે : જનસામાન્યમાં આક્રોશ
- બામ્બુકર્ટનમાંથી ગળાઈને માહિતી સરી રહી છે
- શી જિંગપિંગ સત્તા પર આવ્યા પછી કોમ્યુનિસ્ટ પાર્ટીએ માહિતી ઉપર નિયંત્રણ મુક્યું છે : અશાંતિ ન ફેલાય તે માટે આમ કરાયું છે : સરકાર
નવીદિલ્હી : ચીનમાં લોકો ઉપર થતા ઘાતક હુમલાઓની ખબરો દબાવી દેવામાં આવે છે. એમ પણ કહેવાય છે કે, ઉત્તર પશ્ચિમના ઝિંગ્યાંગ પ્રાંતના મૂળ વતનીઓ ઊદીયુર્સના કેટલાક યુવાનો મૂળ ચીનમાં ઘૂસી ગયા છે અને છરી તેમજ અન્ય ઘાતક હથિયારોથી હુમલા કરી રહ્યા છે. તો ઘણી વખત મોટર દ્વારા ટક્કર મારી ઘણાને મારી નખાય છે.
તાજેતરમાં તો બૈજિંગના બહારના ભાગમાં આવેલી એક સ્કૂલ પાસે એક કારે બાળકોને ટક્કર મારી દીધી હતી. ૩૫ વર્ષના એક ડ્રાઇવરે ખોટી રીતે મોટર ચલાવતાં આ ઘટના બની હતી. પોલીસે એક મોટર અકસ્માત થયો હોવાનું જાહેર કર્યું પરંતુ સ્કૂલ કે બાળકોનો ઉલ્લેખ જ કર્યો નહીં. આ ઉપરાંત કેટલાક લોકોને પણ ટક્કર મારી દીધી હતી, તેથી રસ્તા પર કેટલાય લોકો ઘાયલ થઇને પડયા હતા. પરંતુ તે ફોટોગ્રાફ્સ ઇન્ટરનેટ પરથી દૂર કરવામાં આવ્યા હતા. બીજી તરફ સોશ્યલ મીડીયા વીબો દ્વારા લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. એક પોસ્ટમાં લખવામાં આવ્યું કે, અમારે સત્ય જાણવું છે.
૨૦૧૨માં શી જિંગપિંગ સત્તા પર આવ્યા પછી કોમ્યુનિસ્ટ પાર્ટીએ માહિતી ઉપર નિયંત્રણ મુકી દીધું છે. તેનું કારણ દર્શાવતાં કહ્યું કે, અશાંતિ ફેલાતી રોકવા માટે આમ કરવું પડયું છે.
અર્થતંત્રની નકારાત્મક ખબરો અંગે એલજીબીટીક્યુ જેવા કેટલાયે મુદ્દાઓ ઉપર સેન્સરશિપ લાગુ કરવામાં આવી છે. છેલ્લા છ મહિનામાં સામુહિક હુમલાઓની અનેક ખબરો આવી છે. તેનું કારણ મૂળ ચીની ....યુવાનોમાં જ વધી રહેલી બેકારી, તો બીજી તરફ વધતી મોંઘવારીને લીધે ચીની યુવાનો જ તોફાને ચઢે છે. પરંતુ તે ખબરો દાબી દેવામાં આવે છે.
આ અંગે ઓનલાઈન ફરિયાદો પણ થઇ છે પરંતુ તે પ્રત્યે દુર્વવ્ય સેવાય છે. તેમજ ડ્રાઇવરો દ્વારા પગપાળા લોકોને મારવામાં આવતી ટક્કરના સમાચારો પણ દબાવી દેવાય છે. તેનું એક કારણ સ્થાનિક અધિકારીઓ પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે આવી ખબરો દબાવી દેતા હોય તે પણ સંભવિત છે.
આ બધા ઉપરાંત ચીનના યુવાનોમાં વધતો આક્રોશ શી-જિનપિંગ સરકાર સમક્ષ ભારે મોટો પડકાર બની રહ્યો છે. ચીનની સરકાર ગમે તેટલી ગુલબાંગો મારે તો પણ એક હકીકત સ્પષ્ટ છે કે, ત્યાં લોકોની ખરીદશક્તિ તૂટી છે તેથી ઉત્પાદન ઘટયું છે. તો બીજી તરફ ઉત્પાદન ઘટવા સાથે રોજગારી પણ ઘટી છે. યુવાનોમાં બેકારીનું પ્રમાણ વધતું જાય છે. તેનું મહત્વનું કારણ ચીનની સરકારના દબાણને લીધે, અનેક વિદેશી રોકાણકારોએ પોતાનાં સંકુલો સમેટી લીધા છે. આમ આ વિષચક્ર વધતું જાય છે. તે નકારાત્મક ખબરો દબાવવા પ્રયત્નો થાય છે. વિદેશોમાં તેની ખબર ન પહોંચે તે જોવામાં આવે છે પરંતુ બામ્બુકર્ટનમાંથી ગળાઈને પણ માહિતી બહાર પડે છે.