World

અનેક અમેરિકનો માટે ફુગાવો હજુ પણ ખૂબ જ વધારે

By GS TEAM
13 Oct 20252 mins read
અનેક અમેરિકનો માટે ફુગાવો હજુ પણ ખૂબ જ વધારે

ફુગાવા પર વિજયના ટ્રમ્પના દાવાથી અમેરિકનો અસંમત

ફુગાવો હજુ પણ  ફેડના બે ટકા લક્ષ્યથી ઉપર હોવાથી તેની  અવગણના કરવી  મોટું જોખમ 

વોશિંગ્ટન: અમેરિકામાં છેલ્લા ચાર મહિના પૈકી ત્રણ મહિનામાં ફુગાવો વધ્યો છે અને તે એક વર્ષ પહેલાની સરખામણીમાં થોડોક વધારે છે જ્યાર ેફુગાવાએ તત્કાલીન ઉપ પ્રમુખ કમલા હેરિસના પ્રમુખ બનવાના અભિયાનને ડુબાડવામાં મદદ કરી હતી.

આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ  અને ફેડરલ રિઝર્વના કેટલાક ફુગાવા વિરોધી લોકોને સાંભળીને તમને લાગશે નહીં કે ફુગાવો વધારે છે. ટ્રમ્પે ગયા મહિનાનાં અંતમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં જણાવ્યું હતું કે કરિયાણાની વસ્તુઓનાં ભાવ ઘટી ગયા છે અને ફુગાવા પર વિજય પ્રાપ્ત થઇ ગયો છે.

ઓગસ્ટમાં એક હાઇ પ્રોફાઇલ ભાષણમાં ફેડરલ રિઝર્વ દ્વારા ચાલુ વર્ષે પ્રથમ વખત પોતાના પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરતા પહેલા ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ફુગાવો જો કે હજુ પણ કેટલીક હદ સુધી ઉંચો છે. મહામારીના પોતાના ઉચ્ચતમ સ્તરથી ઘણો ઓછો થઇ ગયો છે. 

ફુગાવા માટે ઉપરની તરફ જોખમ ઘટી ગયું છે. આમ છતાં જ્યારે ફુગાવો હજુ પણ  ફેડના બે ટકા લક્ષ્યથી ઉપર છે તો તેની અવગણના કરવી અથવા ઓછું મૂલ્ય આંકવું  વ્હાઇટ હાઉસ અને ફેડરલ રિઝર્વ માટે મોટું જોખમ છે. 

સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે અનેક અમેરિકનો હજુ પણ ઉંચા ભાવને પોતાની નાણાકીય સ્થિતિ પર એક બોજ ગણે છે. 

ફેડ કદાચ વધુ મોટો જુગાર રમી રહ્યું છે. તેણે ટ્રમ્પ વહીવટી તંત્રના ટેરિફથી ફુગાવામાં કામચલાઉ વધારો થશે તેવી ધારણા પર તેના મુખ્ય વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે.