અમેરિકામાં મોંઘવારી : ડીઝલ 6.38 ડોલર, વર્ષમાં 2.63 ડોલરનો ઉછાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- ટ્રમ્પનો ટેરિફનો દાવ ઊંધો પડયાની 65 ટકા લોકોની માન્યતા
- અમેરિકામાં ઓગસ્ટના અંતે ફુગાવાનો દર 3.4 ટકા, જે ફેડની બે ટકાની મર્યાદાથી ઘણો વધારે છે
- ગેસોલિનના ભાવ પ્રતિ ગેલન 3.30 ડોલરથી વધીને 4.41 ડોલર થયો : વર્ષમાં 40 ટકાનો વધારો
USA Diesel price : કહેવત છે અક્કરમીનો પડિયો કાણો, અમેરિકનોને હાલમાં આ કહેવત બરોબર લાગુ પડે તેવી સ્થિતિ છે. બાઇડેન કરતાં વધારે સારું અને અમેરિકાના મહાન બનાવવાની આશાએ ટ્રમ્પને ચૂંટનારા અમેરિકનોને કોઠીમાં મોઢું ઘાલીને રોવાના દિવસો આવ્યા છે. ટ્રમ્પના શાસનમાં મોંઘવારી બેફામ બની ગઈ છે, કરોડો અમેરિકનો માટે જાણે જીવવું હરામ બની જાય તેવી સ્થિતિ આવી છે. અમેરિકામાં ફુગાવાનો દર ઓગસ્ટના અંતે 3.4 ટકા હતો, જે ફેડની બે ટકાની મર્યાદાથી ઘણો વધારે છે. અમેરિકામાં ગેસોલિનનો ભાવ પ્રતિ ગેલ 4.41 ડોલરને આંબી ગયો છે અને આવી જ સ્થિતિ ચાલી રહી તો તેને પાંચ ડોલરે પહોંચતા વાર નહીં લાગે.ડીઝલનો ભાવ પ્રતિ ગેલન 6.38 ડોલરને આંબી ગયો છે અને આગામી દિવસોમાં સાત ડોલરે પહોંચશે તેવી આગાહી થઈ રહી છે.
કેટલાય અમેરિકનો તેમના જીવનકાળમાં પહેલી વખત આવી કારમી મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. તેઓને આશ્ચર્ય એ થાય છે કે કોરોના કાળ કરતાં પણ વધારે ખરાબ સ્થિતિનો સામનો તેઓ કેમ કરી રહ્યા છે. હાલમાં જીવનધોરણો ખર્ચ આકાશને આંબી ગયો તે માટે 65 ટકા અમેરિકનો ટ્રમ્પને જવાબદાર માને છે. ઉલ્લેખનીય છે કે ભારતના ચલણ રૂપિયાની કિંમત હાલમાં 1 ડૉલરની સામે 96 રૂપિયાની આજુબાજુ ચાલી રહી છે. જે અનુસાર ભારતના ડીઝલ કરતા અમેરિકન ડીઝલની કિંમત છ ગણી વધુ છે.
આજે સ્થિતિ એટલી વણસી ગઈ છે કે ટ્રમ્પના કટ્ટર સમર્થક ગણાતા પરંપરાગત રિપબ્લિકન મતદારો પણ તેનાથી નારાજ છે. ટ્રમ્પ અમેરિકનોના કોસ્ટ ઓફ લીવિંગને યોગ્ય રીતે સંભાળતા હોવાનું માનનારાની સંખ્યા માંડ 17 ટકા રહી ગઈ છે. તેની સાથે દેશના અર્થતંત્રને યોગ્ય રીતે સંભાળતા હોવાની માન્યતા ઘટીને માંડ 26 ટકા રહી ગઈ છે, આ ટ્રમ્પનું તળિયાનું રેટિંગ છે અને બાઇડેનના શાસન કરતાં પણ ખરાબ માનવામાં આવે છે. અમેરિકામાં ગેસોલિનનો ભાવ પ્રતિ ગેલ 4.41 ડોલરને આંબી ગયો છે અને આવી જ સ્થિતિ ચાલી રહી તો તેને પાંચ ડોલરે પહોંચતા વાર નહીં લાગે.ડીઝલનો ભાવ પ્રતિ ગેલન 6.38 ડોલરને આંબી ગયો છે અને આગામી દિવસોમાં સાત ડોલરે પહોંચશે તેવી આગાહી થઈ રહી છે. 50 ટકા ઉપરાંતના અમેરિકનોને ચિંતા થઈ રહી છે કે અમે હવે ગાડીમાં ટેન્ક ફુલ કરાવી શકીશું કે નહીં, જુલાઈમાં આ આંકડો 39 ટકા હતો. આમ માર્ચ 2025ની તુલનાએ ટ્રમ્પના ઇકોનોમી હેન્ડલિંગના રેટિગમાં 14 ટકાનો ઘટાડો આવ્યો છે.
ગ્રોસરીથી લઈને ગેસ, ડીઝલ, પિત્ઝા, સેન્ડવીચ, બર્ગર, હોટડોગ સહિતની દરેક વસ્તુ મોંઘી થઈ છે. ટ્રમ્પે 2024ના કેમ્પેઇનમાં બાઇડેન અને કમલા હેરિસ તથા ડેમોક્રેટ્સને ફુગાવા માટે દોષિત ઠેરવ્યા હતા અને અમેરિકનોને આભાઆંબલી બતાવીને અમેરિકાને મહાન બનાવીશું અને તેને ત્યાં નોકરીઓની કમી જ નહીં રહે તથા તેના કાર્યકાળમાં બધું જ સસ્તુ થશે તેવા વચન આપ્યા હતા, પરંતુ ટ્રમ્પ આ વચનનું પાલન કરવામાં નિષ્ફળ ગયા છે.
દર દસમાંથી માંડ ત્રણ જણ માને છે કે ટ્રમ્પ પ્રમુખ તરીકે યોગ્ય કામગીરી બજાવી રહ્યા છે. બાકીના છ જણ માને છે કે ટ્રમ્પની નેતાગીરીમાં દેશ આર્થિક રીતે ખાડે ગયો છે. ઇકોનોમીના મોરચે બાઇડેનનું રેટિંગ જુન 2022માં 28 ટકા હતુ, તે સમયે કોરોના કાળ હતો. જ્યારે ટ્રમ્પનું રેટિંગ હવે 26 ટકા છે. ઓક્ટોબર 2022માં 44 ટકા અમેરિકનોએ જણાવ્યું હતુ ંકે ઊંચા ભાવ માટે બાઇડેનનો પોલિસીઓ જવાબદાર છે. તેની સામે 55 ટકા માનતા હતા કે સ્થિતિઓ બાઇડેનના અંકુશ બહાર હતી.




