World

પાકિસ્તાનનું ગળું સૂકાશે! ભારતના આ એક નિર્ણયથી પડોશી દેશમાં પડી શકે છે દુકાળ: રિપોર્ટમાં દાવો

By GS TEAM
1 Nov 20253 mins read
TukuTouch Logo
પાકિસ્તાન તેની લગભગ 80% ખેતી માટે સિંધુ નદીના તટપ્રદેશના પાણી પર નિર્ભર છે અને ઓસ્ટ્રેલિયાની થિંક-ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ (IEP)ના 'ઇકોલોજિકલ થ્રેટ રિપોર્ટ 2025' અનુસાર, તે ગંભીર જળ સંકટના જોખમનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટમાં આ દાવો પણ કરવામાં આવ્યો છે કે ભારત પાસે એવી ટેકનિકલ ક્ષમતા છે જેના દ્વારા તે સિંધુ નદીના પાણીના પ્રવાહમાં ફેરફાર કરી શકે છે, જેની પાકિસ્તાન પર ખૂબ જ મોટી અસર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

પાકિસ્તાનનું ગળું સૂકાશે! ભારતના આ એક નિર્ણયથી પડોશી દેશમાં પડી શકે છે દુકાળ: રિપોર્ટમાં દાવો

Indus Water Treaty Crisis: પાકિસ્તાન તેની લગભગ 80% ખેતી માટે સિંધુ નદીના તટપ્રદેશના પાણી પર નિર્ભર છે  અને ઓસ્ટ્રેલિયાની થિંક-ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ(IEP)ના 'ઇકોલોજિકલ થ્રેટ રિપોર્ટ 2025' અનુસાર, તે ગંભીર જળ સંકટના જોખમનો સામનો કરી રહ્યું છે. રિપોર્ટમાં આ દાવો પણ કરવામાં આવ્યો છે કે ભારત પાસે એવી ટેકનિકલ ક્ષમતા છે જેના દ્વારા તે સિંધુ નદીના પાણીના પ્રવાહમાં ફેરફાર કરી શકે છે, જેની પાકિસ્તાન પર ખૂબ જ મોટી અસર થશે.

સિંધુ જળ સંધિ સ્થગિત થયા બાદ જોખમ વધ્યું

ભારતે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા એપ્રિલમાં કરવામાં આવેલા પહલગામ આતંકી હુમલા પછી 1960ની સિંધુ જળ સંધિ(IWT)ને સ્થગિત કરી દીધી અને આ જ સમયગાળામાં આ રિપોર્ટ રજૂ થયો છે. સંધિ સ્થગિત થવાથી, ભારત હવે પાણીની વહેંચણી સંબંધિત શરતોનું પાલન કરવા બંધાયેલું નથી.

1960ની સંધિની મુખ્ય જોગવાઈઓ અનુસાર, ભારતે ત્રણ પશ્ચિમી નદીઓ - સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાન તરફ વહેવા દેવા માટે સંમતિ આપી હતી, જ્યારે ત્રણ પૂર્વીય નદીઓ- બિયાસ, રાવી અને સતલજના પાણીનો ઉપયોગ ભારતના અધિકારક્ષેત્રમાં રાખવામાં આવ્યો હતો.

પાકિસ્તાન માત્ર 30 દિવસનું પાણી સંગ્રહ કરી શકે છે

રિપોર્ટ અનુસાર, ભારત ભલે સંપૂર્ણપણે પાણી ન રોકી શકે, પરંતુ ઉનાળા જેવા સમયે ડેમ સંચાલનમાં સહેજ ફેરફાર પણ પાકિસ્તાનના ગીચ વસ્તીવાળા વિસ્તારોને અસર કરી શકે છે, કારણ કે ત્યાંની 80% ખેતી સિંધુના પાણી પર નિર્ભર છે. પાકિસ્તાન પાસે માત્ર 30 દિવસનું પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હોવાથી, તેને મોસમી પાણીની અછતનું ગંભીર જોખમ છે.

વ્યૂહાત્મક લાભ અને આંતરરાષ્ટ્રીય દબાણ

મે મહિનામાં, ભારતે ચિનાબ નદી પરના સાલાલ અને બગલીહાર બંધમાં પાકિસ્તાનને જાણ કર્યા વિના 'જળાશય સાફ કરવાની પ્રક્રિયા' હાથ ધરી, જેના કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. આનાથી સ્પષ્ટ થયું કે સંધિ સ્થગિત થયા બાદ ભારત પાસે નદી વ્યવસ્થાપનમાં વ્યૂહાત્મક લાભ છે.

આ ઉપરાંત, આ અઠવાડિયે અફઘાનિસ્તાને પણ કુનાર નદી પર બંધ બનાવવાની પ્રક્રિયા ઝડપી કરી છે, જે સરહદ પારથી પાકિસ્તાનના પાણીની પહોંચને અસર કરશે. તેમજ સ્થાનિક ખેડૂતો પહેલાથી જ આબોહવા પરિવર્તનના કારણે પૂર અને દુષ્કાળ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.

ભારત પાસે ડેમના ગેટ ખોલવા-બંધ કરવાનો અધિકાર

પાકિસ્તાન પાસે નદીના પાણીનો પૂરતો સંગ્રહ કરવાની ક્ષમતા ન હોવાથી, પાણીના પ્રવાહમાં ટૂંકા ગાળાનો અવરોધ કે ફેરફાર પણ તેની ખેતીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. આ રિપોર્ટ મુજબ, ભારતની પશ્ચિમી નદીઓ પરના ડેમ મુખ્યત્વે 'રન ઑફ ધ રિવર' પ્રોજેક્ટ છે, એટલે કે પાણીનો પ્રવાહ સંપૂર્ણપણે બંધ થઈ શકતો નથી. જોકે, ડેમના ગેટ ખોલવા-બંધ કરવા અને પાણીનો સમય નક્કી કરવાનો અધિકાર ભારત પાસે છે, જે પાકિસ્તાનને અસર કરે છે.

સંધિ સ્થગિત થયા પછી, ભારતે પાકિસ્તાનની સલાહ વિના ચિનાબ પર જળ નિકાલની પ્રક્રિયા કરી, જેનાથી પહેલા નદીનો અમુક ભાગ સૂકાઈ ગયો અને પછી ગેટ ખોલતા કાંપવાળું ઝડપી પાણી છોડવામાં આવ્યું.

આ પણ વાંચો: મારી હિન્દુ પત્નીનો ધર્મ પરિવર્તનનો કોઈ ઈરાદો નથી, ભારે વિવાદ વચ્ચે જેડી વેન્સની સ્પષ્ટતા

સાઉદી-પાક સંરક્ષણ કરાર સાથે લિંક

રિપોર્ટ મુજબ, સિંધુ જળ સંધિ સ્થગિત થવાનો સંબંધ પાકિસ્તાન-સાઉદી સંરક્ષણ કરાર સાથે છે, જેના પછી સાઉદી અરેબિયા પાકિસ્તાનને સમર્થન આપે તેવી ધારણા છે. આ ઉપરાંત, અફઘાનિસ્તાન પહેલેથી જ કુનાર નદી પર બંધની જાહેરાત કરીને પાકિસ્તાન તરફ જતાં પાણી પર દબાણ વધારી રહ્યું છે.

ભારત-પાકિસ્તાન સંબંધો બગડવાને કારણે સંધિ સહયોગમાંથી વિવાદમાં ફેરવાઈ ગઈ. અગાઉ, ભારતે દાયકાઓ સુધી રાવી અને સતલજ જેવી પૂર્વીય નદીઓના પાણીનો સંપૂર્ણ ઉપયોગ કર્યો ન હતો, જેના કારણે ઘણું પાણી પાકિસ્તાનમાં વહી જતું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હેઠળ ભારતે તેના ભાગના પાણીનો પૂરો ઉપયોગ કરવાની નીતિ શરુ કરી. આના ભાગરૂપે, રાવી પરના શાહપુરકંડી બંધ (2024માં પૂર્ણ) અને ઉઝ્ઝ બંધ જેવા પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરાયા. સાથે જ, પશ્ચિમી નદીઓ પર પણ સંધિની મર્યાદામાં રહીને જળવિદ્યુત પ્રોજેક્ટ્સ ઝડપી બનાવાયા.