Get The App

ઈન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, આખું સૌમલાકી શહેર હચમચી ગયું, લોકોમાં ભયનો માહોલ

યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ હતી

જોકે હજુ સુધી જાનહાનિ કે માલહાનિના અહેવાલ જાહેર કરવામાં આવ્યા નથી

Updated: Nov 8th, 2023

GS TEAM

Google News
Google News
ઈન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, આખું સૌમલાકી શહેર હચમચી ગયું, લોકોમાં ભયનો માહોલ 1 - image

Indonesia Earthquake: ઈન્ડોનશિયાના બાંદા સમુદ્રમાં ભૂકંપના ભારે આંચકા અનુભવાયાના અહેવાલ મળી રહ્યા છે. યુએસજીએસએ જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા 6.9 નોંધાઈ હતી. 

કેટલા વાગ્યે આવ્યો ભૂકંપ? 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ઈન્ડોનેશિયાના સ્થાનિક સમય અનુસાર ભૂકંપના તીવ્ર આંચકા સવારે 10.23 વાગ્યે બાંદા સમુદ્રમાં અનુભવાયા હતા. આ ભૂકંપને લીધે સૌમલાકી શહેર હચમચી ગયું હતું. જોકે હજુ સુધી જાનહાનિ કે માલહાનિના અહેવાલ જાહેર કરવામાં આવ્યા નથી. એક રહેવાશીએ કહ્યું હતું કે ભૂકંપની તીવ્રતા વધુ હતી અને એટલે આખુ શહેર હચમચી ગયું. 

ઈન્ડોનેશિયામાં 6.9ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ, આખું સૌમલાકી શહેર હચમચી ગયું, લોકોમાં ભયનો માહોલ 2 - image

Tags :