ઈન્ડોનેશિયાના બાલીમાં રજા માણતાં લોકોની બોટ ડૂબી, 4ના કરુણ મોત, હજુ 38થી વધુ ગુમ
Representative image |
Indonesia Boat Capsized: ઈન્ડોનેશિયાના એક મહત્ત્વપૂર્ણ પર્યટન સ્થળ બાલી નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બુધવારે (બીજી જુલાઈ) રાત્રે લગભગ 65 પર્યટકોને ટાપુ પર લઈ જતી એક બોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચારના મૃત્યુ નીપજ્યાં છે, 38 ગુમ છે અને 23 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
બોટમાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા
અહેવાલો અનુસાર, બોટના મેનિફેસ્ટ ડેટામાં કુલ 53 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. સુરાબાયા સર્ચ એન્ડ રેસ્ક્યુ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે બુધવારે રાત્રે લગભગ 11:20 વાગ્યે ઈન્ડોનેશિયાના મુખ્ય ટાપુ જાવાથી દૂર લોકપ્રિય રજા સ્થળ તરફ જતી વખતે બોટ બાલી સ્ટ્રેટમાં ડૂબી ગઈ હતી. આ બોટમાં 14 ટ્રક સહિત 12 વાહનો પણ હતા.
આ પણ વાંચો: માલીમાં અલ કાયદાના આતંકીઓએ 3 ભારતીયોનું અપહરણ કર્યું, ભારત સરકાર એક્શનમાં
માર્ચમાં પણ અકસ્માત સર્જાયો હતો
ઉલ્લેખનીય છે કે, 17,000 ટાપુઓ ધરાવતા દક્ષિણપૂર્વ એશિયાઈ દ્વીપસમૂહ ઈન્ડોનેશિયામાં દરિયાઈ અકસ્માતો નિયમિત બને છે, જેનું કારણ સલામતીના નબળા ધોરણો છે. માર્ચમાં બાલીના દરિયાકાંઠે ઉબડખાબડ પાણીમાં 16 લોકોને લઈ જતી એક હોડી પલટી ગઈ, જેમાં એક ઓસ્ટ્રેલિયન મહિલાનું મોત થયું હતી.