Get The App

બેંગકોકની ફૂડ માર્કેટમાં બેફામ ગોળીબાર : પાંચની હત્યા કરી, હત્યારાએ પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
બેંગકોકની ફૂડ માર્કેટમાં બેફામ ગોળીબાર : પાંચની હત્યા કરી, હત્યારાએ પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી 1 - image


- અમેરિકા જેવું ગન-કલ્ચર થાઇલેન્ડમાં પણ આવી ગયું ?

- બેંગકોકની ઓર-તોસ્કોર માર્કેટમાં હત્યારાએ આડેધડ ગોળીબાર કરી, પહેલા ૪ સિક્યુરીટી ગાર્ડસને મારી નાખ્યા, ગોળીબારમાં એક મહિલા વચ્ચે આવી ગઈ

બેંગકોક : એવું લાગે છે કે અમેરિકાના ગન-કલ્ચરનો ચેપ થાઇલેન્ડમાં પણ પ્રસરી ગયો છે. સોમવારે સવારે દસ વાગ્યા પહેલા થોડી જ મીનીટોએ અહીંની ઓર-તોસ્કોર માર્કેટમાં એક હત્યારો અચાનક ધસી ગયો હતો અને આડેધડ ગોળીબારી શરૂ કરી દીધી હતી. તેમાં ચારે ચાર સિક્યુરીટી ગાર્ડઝના સ્થળ ઉપર જ મૃત્યુ થયા હતા જયારે માર્કેટમાં ખરીદી કરવા ગયેલી એક મહિલા પણ ગોળીબારની ઝપટમાં આવી જતાં તેનું પણ સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું.

આ પછી ગોળીબારી કરનારાએ બંદૂક પોતાની તરફ વાળી ગોળી છોડી આત્મહત્યા કરી હતી.

આ બેફામ ગોળીબારી તેણે શા માટે કરી તે જાણી શકાયું નથી.

આ ઘટના અંગે બેંગકોકના બાંગ-સૂઈ વિભાગ જતાં આ માર્કેટ આવેલી છે. તેમ નાયબ પોલીસ વડા વૉરાયન સુકથાઈએ કહ્યું હતું કે, આ ગોળીબારી પાછળનું કારણ શોધવા પોલીસ પ્રયત્નો કરી રહી છે.

સહજ હતું કે, આ આડેધડ ગોળીબારી શરૂ થઈ તે પછી માર્કેટમાં નાસભાગ પણ થઈ હતી. હવે પોલીસ તે ગોળીબારી કરનારનું નામ જાણવા સાથે તે હત્યાકાંડ પાછળનું કારણ શોધી રહી છે.

કેટલાક વિચારકો ચિંતા વ્યક્ત કરે છે કે, અમેરિકામાં જેમ ગન-કલ્ચર ફુલ્યું ફાલ્યું છે, તેમજ એશિયાઈ દેશો વિશેષત: દક્ષિણ- પૂર્વ એશિયાના દેશોમાં પણ તે પ્રસરવાની ભીતિ છે. કારણ કે હજી સુધી શાંત રહેલા આ વિસ્તારના સમુદ્રમાં પણ હિંસાના વમળો શરૂ થઈ ગયા છે. જે અમેરિકાનાં ગન-કલ્ચરની સીધી અસર હોય તેમ સ્પષ્ટ લાગે છે.

Tags :