Get The App

ખુશ નથી ભારતના લોકો, વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાન કરતાં પાછળ ભારત, જુઓ લિસ્ટ

ખુશ રહેવાની બાબતમાં ભારતના લોકો ખૂબ જ પાછળ

UN દ્વારા જાહેર હરાયેલા હેપ્પીનેસ ઈન્ડેક્સમાં146 દેશોમાં ભારતનું સ્થાન 126મું

Updated: Mar 20th, 2024

GS TEAM

Google News
Google News
ખુશ નથી ભારતના લોકો, વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાન કરતાં પાછળ ભારત, જુઓ લિસ્ટ 1 - image


International Day of Happiness 2024: ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ દર વર્ષે માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી માટે 20 માર્ચની પસંદગી કરવામાં આવી હતી કારણ કે આ દિવસે રાત અને દિવસ સમાન હોય છે. આ દિવસે યુએન દ્વારા હેપ્પીનેસ ઈન્ડેક્સ જાહેર કરે છે. આ દિવસની ઉજવણી 12 જુલાઈ, 2012માં શરૂ થઈ હતી. તેમજ ઉજવણીનો મુખ્ય હેતુ તમારા સારા સ્વાસ્થ્ય માટે ખુશ રહેવું ખૂબ જ જરૂરી છે આ બાબત લોકોને સમજાવવાનો છે. જાણો કેવી રીતે આ દિવસની ઉજવણી અને કયો દેશ સૌથી ખુશ છે.

ભૂટાને મૂક્યો હતો ઉજવણીનો પ્રસ્તાવ 

ભૂટાનના રાજા જિગ્મે ખેસર વાંગચુકે ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસની ઉજવણીનો પ્રસ્તાવ યુએનમાં મુક્યો હતો. ત્યાંના રાજાનું માનવું હતું કે લોકોની ખુશી દેશની આર્થિક સ્થિતિ પર નિર્ભર નથી. 1970ના દાયકામાં, ભૂટાન વિશ્વનો પહેલો દેશ હતો જેણે જીડીપી કરતાં લોકોની સુખાકારીને વધુ મહત્વ આપ્યું હતું. આથી રાજાએ 12 જુલાઈ 2012ના રોજ યુએનમાં હેપ્પીનેસ ડે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો. કારણ કે આ જ દિવસે ભૂટાન વિદેશીઓ માટે પોતાની સરહદો ખોલી રહ્યું હતું. ભૂતાન હેપ્પીનેસ ઈન્ડેક્સમાં ટોચના 10 દેશોમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં સક્ષમ છે અને તે એશિયાનો સૌથી ખુશ દેશ માનવામાં આવે છે.

શા માટે 20 માર્ચે જ વર્લ્ડ હેપ્પીનેસ ડે ઉજવવામાં આવે છે?

ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસની ઉજવણી માટે 20 માર્ચની પસંદગી કરવા પાછળ એક ખાસ કારણ છે. 20 માર્ચના દિવસે ઇક્વીનોક્સ હોય છે એટલે કે આ દિવસે સૂર્ય વિષુવવૃત્તની બરાબર ઉપર હોય છે, જેના કારણે દિવસ અને રાત સરખા હોય છે. આ ઘટના વર્ષમાં બે વખત ઘટે ચ્ગ્ગે એક 20 માર્ચે અને બીજી 23 સપ્ટેમ્બરે. આ જ કારણે આજના દિવસે વર્લ્ડ હેપ્પીનેસ ડે ઉજવવામાં આવે છે. 

ખુશ દેશના માપદંડ શું?

દેશ વધુ ખુશ છે કે ઓછો તે માપવા માટે છ મુખ્ય પરિબળો છે, જેમાં સામાજિક સમર્થન, આવક, આરોગ્ય, સ્વતંત્રતા, ઉદારતા અને ભ્રષ્ટાચારની ગેરહાજરી જેવા માપદંડો પરથી દેશના લોકો કેટલા ખુશ છે તે નક્કી કરવામાં આવે છે. 

ભારતીય લોકો ખુશ રહેવામાં ખૂબ જ પાછળ 

એન્યુઅલ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2024 અનુસાર, ભારતના લોકો ખુશ રહેવામાં ઘણા પાછળ છે. દુનિયાના 146 દેશોમાં ખુશીની બાબતમાં ભારતનું રેન્કિંગ 126મું છે. આ ઉપરાંત જો ભારતના રાજ્યોની વાત કરવામાં આવે તો મિઝોરમ રાજ્યના લોકો સૌથી વધુ ખુશ રહે છે. જયારે અફઘાનિસ્તાનના લોકો ખુશ રહેવાની બાબતમાં સૌથી છેલ્લું સ્થાન ધરાવે છે.

વિશ્વના 20 સૌથી ખુશ દેશ

1 ફિનલેન્ડ- 7.804

2 ડેનમાર્ક -7.586

3 આઇસલેન્ડ- 7.530

4 ઇઝરાયેલ- 7.473

5 નેધરલેન્ડ- 7.403

6 સ્વીડન -7.395

7 નોર્વે -7.315

8 સ્વિટ્ઝર્લૅન્ડ- 7.240

9 લક્ઝમબર્ગ -7.228

10 ન્યુઝીલેન્ડ- 7.123

11 ઑસ્ટ્રિયા- 7.097

12 ઓસ્ટ્રેલિયા- 7.095

13 કેનેડા- 6.961

14 આયર્લેન્ડ- 6.911

15 યુનાઇટેડ સ્ટેટ્સ- 6.894

16 જર્મની- 6.892

17 બેલ્જિયમ- 6.859

18 ચેકિયા -6.845

19 યુનાઇટેડ કિંગડમ- 6.796

20 લિથુઆનિયા- 6.763

આ રિપોર્ટ એક અન્ય એવી વાત પણ સામે આવી છે કે ખુશ દેશોની યાદીમાં કોઈ મોટો દેશ ટોપ પર નથી. ટોપ 20માં મોટા દેશોમાં યુકે અને કેનેડાની વસ્તી 30 મિલિયનથી વધુ છે જયારે નેધરલેન્ડ અને ઑસ્ટ્રેલિયાની વસ્તી 15 મિલિયનથી વધુ છે. આ લિસ્ટમાં ફિનલેન્ડે ફરી એકવાર ખુશ દેશોની યાદીમાં સ્થાન બનાવ્યું છે. ટોચના 10 દેશોમાં નોર્ડિક દેશોનું પ્રભુત્વ છે. અફઘાનિસ્તાન સૌથી નીચલા સ્થાને છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ભારત 126માં સ્થાને છે. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકા પણ ભારતથી ટોપ રેન્ક હાંસલ કરવામાં સફળ રહ્યા છે.

નોર્ડિક દેશો સૌથી ખુશ શા માટે?

ફિનલેન્ડ જેવા સ્કેન્ડિનેવિયન અને એશિયા પેસિફિક પ્રદેશના દેશોમાં, સિસ્ટમ તદ્દન અલગ છે. આ દેશોમાં, સરકાર દ્વારા લોકોને શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવી સુવિધાઓ મફતમાં અથવા ખૂબ જ ઓછી કિંમતે પૂરી પાડવામાં આવે છે. આ સિવાય આ દેશોમાં વધુ સારી સુરક્ષા વ્યવસ્થા, સારી પોલીસ સિસ્ટમ, માનવ અધિકારોની વ્યવસ્થિત દેખરેખ અને માથાદીઠ આવક તેમને સૌથી વિશેષ બનાવે છે. આ સિવાય સ્નોથી ઢંકાયેલા પ્રાકૃતિક સુંદરતા વચ્ચે વસેલા ફિનલેન્ડનું હવામાન પણ સુખદ છે. સુંદર બરફથી ઢંકાયેલા પહાડો, ગાઢ અને સુંદર જંગલો અને પ્રવાસન સ્થળો, પ્રદૂષણ મુક્ત વાતાવરણ લોકોના જીવનમાં એક અલગ જ તાજગી ઉમેરે છે.

ફિનલેન્ડ જ ટોપ પર શા માટે રહે છે?

ફિનલેન્ડ વિશ્વમાં સૌથી ઓછા ક્રાઇમ રેટ ધરાવતા દેશોમાં સામેલ છે. તેમજ તે પ્રવાસીઓ માટે ખૂબ જ સુરક્ષિત દેશ માનવામાં આવે છે. દેશના તમામ નાગરિકો માટે યુનિવર્સલ હેલ્થકેર સિસ્ટમ છે. જે અંતર્ગત સરકાર લોકોને સારી અને એકસમાન તબીબી સુવિધા પૂરી પાડે છે. તેમજ ફિનલેન્ડમાં સરકાર દ્વારા રોજગારીની સમાનતા પણ આપવામાં આવે છે. લોકોને શિક્ષણ અને તબીબી સુવિધાઓ મફતમાં મળવાથી સામાન્ય ઘરના બાળકો પણ સરળતાથી સારી જગ્યાએ પહોંચી શકે છે. ફિનલેન્ડમાં લોકો માટે સારી સુવિધાઓ, ભ્રષ્ટાચાર મુક્ત સમાજ, સારી સુરક્ષા વ્યવસ્થા તેને સૌથી સુખી દેશ બનાવવામાં મદદરૂપ છે.

ખુશ નથી ભારતના લોકો, વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાન કરતાં પાછળ ભારત, જુઓ લિસ્ટ 2 - image


ખુશ નથી ભારતના લોકો, વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાન કરતાં પાછળ ભારત, જુઓ લિસ્ટ 3 - image


ખુશ નથી ભારતના લોકો, વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાન કરતાં પાછળ ભારત, જુઓ લિસ્ટ 4 - image


ખુશ નથી ભારતના લોકો, વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં પાકિસ્તાન કરતાં પાછળ ભારત, જુઓ લિસ્ટ 5 - image


Tags :