World

સંકટ વચ્ચે ભારતે દર્શાવેલી દરિયાદીલી : 3 હજાર મેટ્રીકટન ઇંધણ મોકલ્યું : પ્રમુખ દિશાનાયકેએ કહ્યું, ઘણો આભાર

By GS TEAM
30 Mar 20262 mins read
સંકટ વચ્ચે ભારતે દર્શાવેલી દરિયાદીલી : 3 હજાર મેટ્રીકટન ઇંધણ મોકલ્યું : પ્રમુખ દિશાનાયકેએ કહ્યું, ઘણો આભાર

- મધ્ય પૂર્વ યુદ્ધને લીધે શ્રીલંકામાં ઇંધણ કટોકટી સર્જાઈ

- ઇન્ડિયા-શ્રીલંકા પાર્ટનરશીલ હ્યુમન ફોર ફ્રેન્ડશિપનાં બેનર સાથે ભારતીય તેલ-વાહક જહાજ શ્રીલંકા પહોંચ્યું

કોલંબો/નવી દિલ્હી : મધ્ય પૂર્વ યુદ્ધનો આજે ૩૧ મો દિવસ છે. આ યુદ્ધની અસર પાડોશી દેશો ઉપર દેખાઈ રહી છે. કેટલાયે દેશોમાં ઇંધણ-સંકટ ઘેરું બનતૂું જાય છે. ભારતના પાડોશી દેશ શ્રીલંકા ઉપર તો ભારે મોટું ઇંધણ સંકટ આવી પડયુ ંહતું. તેવામાં ભારતે ૩૮,૦૦૦ મે.ટન ઇંધણ મોકલી શ્રલંકાને મદદ કરી છે. આથી શ્રીલંકાના પ્રમુખ અનુરાકુમાર દિશાનાયકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરનો આભાર માન્યો હતો.

તેઓએ ઠ પોસ્ટ ઉપર લખ્યું હતું કે થોડા દિવસો પૂર્વે જ વડાપ્રધાન મોદી સાથે મધ્ય પૂર્વની પરિસ્થિતિ અંગે વાત કરી હતી. અને તેથી શ્રીલંકામાં ઊભી થયેલી ઇંધણ કટોકટીની વાત કરી હતી. તે પછી ભારતે ત્વરિત આપૂર્તિ કરી આથી ૩૮,૦૦૦ મેટ્રિક ટન ઇંધણ પહોચાડયું તે માટે હું વડાપ્રધાન મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરનો આભારી છું.

શ્રીલંકામાં પેટ્રોલ ડીઝલની ભારે અછત છે. ત્યાં પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક જણે ૪ લીટર પેટ્રોલ સંઘરી રાખ્યું હતું તો, તેને ૨૧ દિવસની જેલની સજા ફરમાવવામાં આવી હતી. ઉરાન ઉપર હુમલા થયા પછી પેટ્રોલની સંઘરાખોરી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નિરીક્ષકો કહે છે કે આ પૂર્વે પણ શ્રીલંકાનાં આર્થિક સંકટ સમયે ભારતે જ સહાય કરી હતી. તે સમયે શ્રીલંકાના વિત્તમંત્રી ભારતનાં વિત્તમંત્રી આઈએમએફ ગયા ત્યારે ત્યાં પહોંચી ગયા હતા અને ભારતના વિત્તમંત્રીએ આઈએમએફને શ્રીલંકાને વધુ સહાય કરવા જણાવ્યું હતું. જે પ્રમાણે થયું પણ ખરું. ભારતે પણ શ્રીલંકાને આર્થિક સહાય કરી છે. તે પણ આઈએમએફ જાણતું હતું. તેથી શ્રીલંકાને સરળતાથી વધુ સહાય કરી ત્યારે શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ કહ્યું હતું કે ભારતે ખરા અર્થમાં મોટાભાઈની ભૂમિકા ભજવી છે.

આથી તદ્દન વિરૂદ્ધ ચાયના તેના દક્ષિણના ટાપુ દેશ તાઈવાનને તતડાવી, બીવડાવી પોતાની સાથે જોડાવા માગે છે. ભારત પ્રેમ ભાવથી પાડોશી દેશોને પોતાના કરે છે. તફાવત આટલો જ છે.