World

દક્ષિણ સુદાનમાં નાગરિકોની રક્ષા માટે યુ.એન. શાંતિદળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત

By GS TEAM
4 Aug 20252 mins read
દક્ષિણ સુદાનમાં નાગરિકોની રક્ષા માટે યુ.એન. શાંતિદળમાં રહેલા ભારતીયોને એવોર્ડ એનાયત

- યુ.એન.ના બ્લ્યુ-હેલ્મેટ ધારી 838 ભારતીય જવાનોને આ મેડલ અપાયો : ભારતીયોની તે ટુકડીમાં 12 મહિલાઓ પણ સામેલ હતી

જુબા (દ.સુદાન)/ સંયુક્ત રાષ્ટ્રો : દ. સુદાનમાં નાગરિકોના રક્ષણ માટે તેમજ માનવીય સહાય લઈ જવા ટ્રકોનાં રક્ષણ માટે યુ.એન.ના શાંતિદળમાં જોડાયેલા ૮૩૮ ભારતીય જવાનોને સંયુક્ત રાષ્ટ્રોના મેડલથી નવાજવામાં આવ્યા છે, તે ૮૩૮ જવાનોમાં ૧૨ મહિલા સૈનિકો પણ સમાવિષ્ટ છે.

સંયુક્ત રાષ્ટ્રો સ્થિત ભારતમાં પરમેનન્ટ મિશને હીન્દીમાં 'ઠ' ઉપર કરેલા પોસ્ટમાં આ માહિતી આપવા સાથે વધુમાં જણાવ્યું હતું કે, યુનોના શાંતિદળની બ્લ્યુ હેલ્મેટ પહેરેલા તે જવાનોએ આપેલી સેવા બદલ આ એવોર્ડ અપાયો છે. તેઓએ બોર, અકોબો અને પીબોર જેવા ક્ષેત્રોમાં આપેલી સેવા બદલ આ એવોર્ડ એનાયત કરાયો છે. તેઓએ ઘાયલ થયેલાઓને તો સેવા આપી જ હતી પરંતુ ત્યાં ઘાયલ થયેલા પશુઓને પણ પાટા-પીંડી કરી આપ્યા હતાં.

યુ.એન.ના પીસ કીલીંગ ફોર્સના કાર્યકરો અને જવાનોને ભૂરિ હેલ્મેટ અપાય છે. આ હેલ્મેટ યુનોના ભૂરા ધ્વજના રંગની છે.

બે દિવસ સુધી ભારતીય જવાનોએ માલાકાલ સ્થિત યુનોના મથકે ૩૧૫ જણને નિ:શુલ્ક આરોગ્ય સેવા આપી હતી, તેમ યુએનએચઆઈએસએચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે યુ.એન. પીસ કીલીંગ ફોર્સની સ્થાપના ૧૯૪૮માં કરવામાં આવી. વાસ્તવમાં મધ્ય પૂર્વમાં ચાલી રહેલી અશાંતિને લક્ષમાં રાખી આ શાંતિ દળની સ્થાપના કરાઈ હતી. તે સમયે તેનું નામ યુનાઈટેડ નેશન્સ ટ્રુથ- સુપર વિઝન - ઓર્ગેનાઇઝેશન (યુએનટીએસવીઓ) રખાય છે.

સંયુક્ત રાષ્ટ્રો ધ્વજ ભૂરા રંગનો એટલે રખાય છે કે તે રંગ આકાશ અને સમુદ્ર જળની ઝાંખી કરાવે છે સાથે તે શાંતિનો દ્યોતક છે.