New US Visa Rules: ભારતના વિદ્યાર્થીઓની સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયાને વધુને વધુ જટીલ બનાવતા અમેરિકાએ ફરી એકવાર વિદેશ વાંછુઓને ભીંસમાં લીધા છે. કેમ કરીને ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાય અને તે ન આવે કે એ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.
F-1 વિઝા પર અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સફર મુશ્કેલ
આગામી દિવસોમાં અમેરિકા જતાં એફ-1 કેટેગરીના અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સફરની પ્રક્રિયા બંધ કરી રહ્યું છે. પહેલા વર્ષમાં કોઈ પણ વિદ્યાર્થી પોતાની યુનિવર્સિટી બદલી શકશે નહીં. તેને ફાવે કે ન ફાવે જે વિદ્યાર્થીએ પહેલા વર્ષ દરમિયાન એક જ યુનિવર્સિટીમાં રહેવું પડશે. આ ઉપરાંત ટ્રમ્પ સરકારે મલ્ટિપલ ડિગ્રી લેતા એફ-1 કેટેગરીના વિદ્યાર્થીઓ પર પણ વધુ એક પ્રતિબંધ લાદી દીધો છે. જે અનુસાર એફ-1 કેટેગરીનો સ્ટુડન્ટ વિઝા એસ્પારન્ટ એક જ ક્ષેત્રમાં એક કરતાં વધુ ડિગ્રી નહીં લઈ શકે.
લ્ટિપલ માસ્ટર ડિગ્રી અને ડે-1 CPT પર પ્રતિબંધ
જો લેવી હશે તો પહેલા દેશ છોડવો પડશે ત્યારબાદ ફરીથી વિઝા માટે એપ્લાય કરીને સમગ્ર પ્રક્રિયાને ફરીથી અનુસરવી પડશે. મલ્ટીપલ માસ્ટર ડિગ્રીને બંધ કરવા સાથે પહેલા સેમિસ્ટરમાં ડે-1 CPT પ્રોગ્રામની સિસ્ટમ હંમેશા માટે કાઢી નાંખવામાં આવી છે. CPT ક્યુરિક્યૂરલ પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ અંતર્ગત વિદ્યાર્થી તરત જ કામ કરવા જઈ શકતો હતો જે હવે નહીં જઈ શકે.
F-1 વિઝા પર 4 વર્ષની મર્યાદા અને રિસ્ટેમ્પિંગ ફરજિયાત
કોઈપણ કોર્સ હોય પરંતુ એફ-1 કેટેગરીમાં ચાર વર્ષની એક કાયમી સીમા બાંધી દેવામાં આવી છે. ચાર વર્ષ પૂરા થાય એટલે વિઝાનું રિસ્ટેમ્પિંગ ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. જો કોઈપણ પ્રકારનું વિઝા એક્સટેન્શન જોઈતું હોય તો તેનો નિર્ણય USCIS યુ.એસ સિટિઝનશીપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસિસ દ્વારા જ લેવામાં આવશે.
પ્રેક્ટિકલ ટ્રેનિંગ પીરિયડ ઘટાડી 30 દિવસ કરાયો
વિદ્યાર્થીઓ પોતાનું ભણવાનું પૂરું કરીને જવા માટે કે અન્ય અભ્યાસ માટે તૈયારી કરી શકે તે માટે તેને 60 દિવસનો ઓપીટી પીરિયડ (ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેઈનિંગ) વધારે રહેવા માટે આપવામાં આવતો હતો. તેમાં પણ હવે ઘટાડો કરીને માત્ર 30 દિવસ કરી દેવામાં આવી છે. આના કારણે હવે વિદ્યાર્થીઓને નોકરી શોધવામાં ઓછો સમય મળશે અને ઝડપથી પાછા જવાનું દબાણ વધશે.
ચાર વર્ષ પૂરા થાય એટલે રિસ્ટેમ્પિંગ ફરજીયાત
કોઈ પણ કોર્સમાં માસ્ટર્સ અને પીએચડી સહિત ગમે તેટલો લાંબો હોય તો પણ તેમાં ચાર વર્ષ પૂરા થાય એટલે આખી રિસ્ટેમ્પિંગની પ્રક્રિયા ફરીથી કરવાની રહેશે. અમેરિકન સરકાર દ્વારા સળંગ ભણતરના પ્રોગ્રામ પર હંમેશા માટે પાબંદી મુકી દીધી છે. ઈમિગ્રેશન નિષ્ણાંતોના મતે આ પરિસ્થિતમાં ભારતીય વિદ્યાર્થીઓને અમુક સમયના અંતરાલમાં વિઝા સ્ટેમ્પિંગની વધારાની રકમ ચૂકવવી પડશે.
આ પણ વાંચો: અમેરિકાથી ભારતીયોનો મોહભંગ? 25 વર્ષ બાદ પહેલીવાર US જનારા લોકોની સંખ્યા આટલી ઘટી
જેના કારણે વિઝા ફી ઉપરાંત ફરી પાછી ટ્રાવેલિંગનો ખર્ચ પણ ઉમેરાતા અમેરિકા ભણવું ખૂબ મોંઘુ થઈ જશે. આ ઉપરાંત રિસ્ટમ્પિંગ માટે પણ ટ્રાવેલિંગનો ખર્ચ વધશે. વિઝાની અનિશ્ચિતતાને કારણે પણ વિદ્યાર્થીના ભણતર પર પણ અસર પડશે. આગામી 30 થી 60 દિવસમાં અમેરિકન સરકારે ઉપરોક્ત નિયમોને અમલમાં લાવવાની વિધિવત્ જાહેરાત કરી દીધી છે.
અભ્યાસક્રમ બદલવાની અનૂકુળતા હવે બંધ
વિદ્યાર્થીએ જે પ્રોગ્રામ કે અભ્યાસક્રમ પસંદ કર્યો છે તે પણ બદલી નહી શકે. તેણે અરજી કરતી વખતે જે પ્રોગ્રામ કે અભ્યાસક્રમ પસંદ કર્યો છે તે છેક સુધી ભણવો પડશે. તેના માટે આઈ-20ના લિસ્ટને અનુસરવામાં આવશે. ટૂંકમાં વિદ્યાર્થીને જે વિષય કે અભ્યાસક્રમ સંબંધિત જે અનુકૂળતાઓ આપવામાં આવતી હતી તે સદંતર બંધ કરી દેવામાં આવી છે.


