ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિને 'વિશિષ્ટ નેતૃત્વ' પુરસ્કારથી સન્માનિત કરાયા
વોશિંગ્ટન, તા. 31 મે 2022 મંગળવાર
ભારતીય મૂળના અમેરિકી સાંસદ રાજા કૃષ્ણમૂર્તિને તેમના શાનદાર કરિયર અને જનસેવા પ્રત્યે સમર્પણ માટે 'વિશિષ્ટ નેતૃત્વ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ઈલિનોઈસના મંત્રી જેસી વ્હાઈટે આ સન્માન એનાયત કર્યુ.
ઈલિનોઈસના મંત્રીએ કર્યા સન્માનિત
ઈલિનોઈસના મંત્રી જેસી વ્હાઈટે 48 વર્ષીય ડેમોક્રેટિક નેતા કૃષ્ણમૂર્તિને પુરસ્કાર પ્રદાન કર્યુ. રાજા કૃષ્ણમૂર્તિ 2017થી ઈલિનોઈસના આઠમાં સંસદીય જિલ્લા માટે અમેરિકી પ્રતિનિધિ તરીકે સેવાઓ આપી રહ્યા છે.
શાનદાર કરિયર માટે મળ્યુ સન્માન
વ્હાઈટે ગયા અઠવાડિયે કૃષ્ણમૂર્તિને પુરસ્કાર પ્રદાન કરતા કહ્યુ, આપના શાનદાર કરિયર અને જનસેવા પ્રત્યે આપના સમર્પણને સન્માનિત કરતા મને ગર્વ થઈ રહ્યો છે. હુ તમારા જેવા અનોખા વ્યક્તિત્વને આ સન્માન આપી રહ્યો છુ એ ખુશીની વાત છે.
એવોર્ડ જીતવા પર આપી શુભકામનાઓ
તેમણે કહ્યુ, હું આશા રાખુ છુ કે તે તમને આ પ્રાંત અને આપણા દેશ માટે તમારી અસાધારણ સેવાઓ માટે અમારા આભારની યાદ અપાવશે. વિશિષ્ટ નેતૃત્વ પુરસ્કાર જીતવા પર તમને ફરીથી શુભકામનાઓ.
દિલ્હીના તમિલ પરિવારમાં થયો હતો જન્મ
કૃષ્ણમૂર્તિએ કહ્યુ કે વ્હાઈટ જેવા બહુઆયામી વ્યક્તિત્વ વાળા વ્યક્તિથી નેતૃત્વ માટે પુરસ્કાર પ્રાપ્ત કરવા વાસ્તવમાં સન્માનની વાત છે. કૃષ્ણમૂર્તિનો નવી દિલ્હીમાં એક તમિલ પરિવારમાં જન્મ થયો હતો, જ્યારે તેઓ ત્રણ મહિનાના હતા, ત્યારે તેમનો પરિવાર અમેરિકામાં જઈ વસ્યો હતો.