Get The App

VIDEO : અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, ફ્લાઈટમાં મારા-મારી કરવાનો આરોપ

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO : અમેરિકામાં ભારતીય મૂળના યુવકની ધરપકડ, ફ્લાઈટમાં મારા-મારી કરવાનો આરોપ 1 - image


Image Source: Twitter

Indian-Origin Youth Arrested In America: અમેરિકામાં એક ભારતીય મૂળના યુવક ઈશાન શર્માની ફ્લાઈટમાં યાત્રી પર હુમલો કરવાના આરોપમાં ધરપરડ કરવામાં આવી છે. આ ઘટના 30 જૂનના રોજ ફિલાડેલ્ફિયાથી મિયામી જઈ રહેલી ફ્રન્ટિયર એરલાઈન્સની ફ્લાઈટમાં બની હતી. એક વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઈશાન શર્મા અને કિયાનૂ ઈવાંસ નામના યાત્રી વચ્ચે મારા-મારી થઈ રહી છે. બંને એક-બીજા સાથે મારા-મારી કરતા નજર આવી રહ્યા છે, બીજી તરફ અન્ય યાત્રીઓ તેમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

ફ્લાઈટમાં મારા-મારી કરવાનો આરોપ 

ઈવાંસે જણાવ્યું કે, 'ઈશાને કોઈપણ ઉશ્કેરણી વિના મારા પર હુમલો કર્યો. જ્યારે હું વોશરૂમમાંથી પાછો ફર્યો, ત્યારે ઈશાને અચાનક મારું ગળું પકડી લીધું. તે એક વિચિત્ર ડરામણું હાસ્ય હસી રહ્યો હતો. તે કહી રહ્યો હતો કે તું એક નશ્વર માણસ છે, જો તું મને પડકારશે તો તારું મૃત્યુ નિશ્ચિત છે.'

ઈવાંસે વધુમાં જણાવ્યું કે, મેં ફ્લાઈટ એટેન્ડન્ટ્સને આ અંગે પહેલા જ જાણ કરી દીધી હતી. જ્યારે ઈશાન શર્મા મને ધમકી આપતો રહ્યો તો મેં અસિસ્ટન્સ બટન દબાવ્યું, જેના પછી ઝઘડો વધી ગયો. તે મારી આંખોમાં આંખ નાખીને જોઈ રહ્યો હતો અને પછી અચાનક તેણે મારું ગળું પકડી લીધું. તે સમયે લડાઈ અથવા ભાગવા જેવી સ્થિતિ બની ગઈ. વિમાનમાં મર્યાદિત જગ્યા હતી અને મારે ખુદને બચાવવો પડ્યો. 


ઈશાન પર કેસ 

ફ્લાઈટ મિયામી લેન્ડ થતાં જ શર્માની ધરપકડ કરી લેવામાં આવી. તેના પર મારપીટનો આરોપ લગાવવામાં આવ્યો છે અને 500 ડોલરના જામીન નક્કી કરવામાં આવ્યા છે. મંગળવારે કોર્ટમાં હાજર થવા દરમિયાન શર્માના વકીલે કહ્યું કે, મારો ક્લાયન્ટ ફ્લાઇટમાં મેડિટેશન કરી રહ્યો હતો અને તેની પાછળ બેઠેલા યાત્રીઓને તે પસંદ ન આવ્યું. વકીલે કહ્યું કે, 'મારા ક્લાયન્ટનો એક ધાર્મિક વિશ્વાસ છે, જેમાં તે મેડિટેશન કરે છે. કમનસીબે તેની પાછળ બેઠેલા મુસાફરને તે અસહજ લાગ્યું.'

આ પણ વાંચો: દેશ વિરુદ્ધ નફરત ફેલાવતા વીડિયો કે પોસ્ટ પર સકંજો કસાશે, ગૃહ મંત્રાલય લાવશે નવી પોલિસી!

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શર્મા અને ઈવાંસ વચ્ચેની લડાઈ પર લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો તેને માનસિક સ્વાસ્થ્ય સાથે જોડી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને ફ્લાઇટ સુરક્ષાના ગંભીર ઉલ્લંઘન તરીકે જોઈ રહ્યા છે.

ફ્રન્ટિયર એરલાઈન્સે હજુ સુધી આ ઘટના અંગે કોઈ ઔપચારિક નિવેદન નથી આપ્યું, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે શર્માને હવે તેની ફ્લાઈટ્સમાંથી પ્રતિબંધિત કરવામાં આવી શકે છે.

Tags :