બ્રિટનમાં પત્ની અને બે બાળકોની હત્યા કરનાર ભારતીયને ૪૦ વર્ષની જેલ
ગયા વર્ષે આરોપીએ ૩૫ વર્ષીય પત્ની અને ૬ વર્ષના છોકરા તથા ચાર વર્ષની છોકરીની ચાકુથી હત્યા કરી હતી
પૂર્વ ઇંગ્લેંડના નોર્થમ્પટન ક્રાઉન કોર્ટનો ચુકાદો
(પીટીઆઇ) લંડન,
તા. ૪
પત્ની અને બે બાળકોની હત્યા કરવાના આરોપી ૫૨ વર્ષીય પુરુષને
જેલની સજા ફટકારવામાં આવી છે. બ્રિટનની કોર્ટે દોષિતને ઓછામાં ઓછા ૪૦ વર્ષની જેલની
સજા ફટકારી છે.
મૂળ કેરળના રહેવાસી સાજુ છેલાવાલેલ પૂર્વ ઇંગ્લેંડની
નોર્થેમ્પટન ક્રાઉન કોર્ટમાં હાજર થયો હતો. અગાઉ છેલાવાલેલ પત્ની અન્જુ અશોક, ૬ વર્ષના છોકરા
જિવા સાજુ અને ચાર વર્ષની છોકરી જાન્વી સાજુની હત્યાનો આરોપ સ્વીકાર્યો હતો.
સજાની સુનાવણી અગાઉ ન્યાયમૂર્તિ એડવર્ડ પેપેરલે અંજુના મૃત્યુ
સમયના ઓડિયો રેકોર્ડિંગને ધ્યાનમાં લીધો હતો. સુનાવણી દરમિયાન આ રેકોડિંગ સંભળાવવામાં
આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૧૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ઇમરજન્સી વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ નોર્થેમ્પટન પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.
પોલીસે ઘરમાં પ્રવેશવા દરવાજો તોડી નાખ્યો હતો. પોલીસ ઘરમાં
પ્રવેશી તે સમયે છેલાવાલેલના હાથમાં ચાકુ હતો. અંજુનું ઘટના સ્થળે જ મોત થયું હતું
ત્યારે બે બાળકો થોડાક સમય પછી મૃત્યુ પામ્યા હતાં.