Get The App

કેનેડામાં મૂળ ભારતીયોનો દબદબો, જાણો કોણ છે આ 4 નેતા જેમને કેબિનેટમાં અપાયુ સ્થાન

Updated: May 15th, 2025

GS TEAM


Google News
Google News
કેનેડામાં મૂળ ભારતીયોનો દબદબો, જાણો કોણ છે આ 4 નેતા જેમને કેબિનેટમાં અપાયુ સ્થાન 1 - image


Indian Origin in Canadians Cabinet: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ હાલમાં જ પોતાના 28 સભ્યોની નવી કેબિનેટની જાહેરાત કરી છે, જેમાં ચાર ભારતીય મૂળના સાંસદ પણ સામેલ છે. તેમાં સૌથી પ્રમુખ નામ અનીતા આનંદનું છે, જેને કેનેડાના નવા વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ પહેલાં માર્ચમાં કાર્નીએ 24 સભ્યોની કેબિનેટ બનાવી હતી, જેમાં બે ભારતીય મૂળના મંત્રી હતા. 

28 એપ્રિલે યોજાનાર સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીની જીત બાદ કાર્નીએ આ કેબિનેટની રચના કરી છે. તેમણે કહ્યું કે, આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધોને મજબૂત કરવા, જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવા અને લોકોને સુરક્ષા નિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. 

કેનેડાના પહેલાં હિન્દુ મહિલા મંત્રી

57 વર્ષીય અનીતા આનંદે ભગવદ ગીતા પર હાથ મૂકીને વિદેશ મંત્રી પદના શપથ લીધા હતાં. આ પહેલાં તેઓ સંરક્ષણ મંત્રીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. અનીતા આનંદનો જન્મ નોવા સ્ફોટિયાના કેંટવિલમાં થયો હતો. તેમના પિતા મૂળ તમિલનાડુ અ માતા પંજાબના હતાં. તેમના માતા-પિતા બંને ડૉક્ટર હતાં અને 1960ના દાયકાની  શરૂઆતમાં ભારતથી કેનેડા આવ્યા હતાં. 

આ પણ વાંચોઃ ભારતથી ડરી ગયા પાક.ના આતંકવાદીઓ-કટ્ટરપંથી નેતાઓ, બુલેટપ્રૂફ કાચ પાછળ ઉભા રહી આપ્યું ભારત વિરોધી ભાષણ

અનીતા આનંદે ડલહૌજી યુનિવર્સિટી, ટોરન્ટો યુનિવર્સિટી અને ઑક્સફોર્ડ યુનિવર્સિટીથી ડિગ્રી મેળવી છે. તેઓ યેલ અને ઑક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં કાયદો પણ ભણાવતા હતાં.

મનિંદર સિદ્ધુઃ આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રી

બ્રૈમ્પટન ઈસ્ટના સાંસદ મનિંદર સિદ્ધુને આંતરરાષ્ટ્રીય વ્યાપાર મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે. તેમનો કાર્યકાળ અમેરિકાના વ્યાપારિક વિવાદો વચ્ચે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સિદ્ધુ પંજાબથી અને નાનપણમાં કેનેડા આવી ગયા હતાં. તે પહેલાં અનેક મંત્રીઓના સંસદીય સચિવ રહી ચુક્યા છે. 

રૂબી સહોતાઃ અપરાધ નિયંત્રણ મામલાના સચિવ

રૂબી સહોતાને અપરાધ નિયંત્રણ મામલાના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તે 2015થી બ્રૈમ્પટન નૉર્થના સાંસદ છે. પહેલાં તેઓ વકીલ હતા અને યુવાઓ સાથે જોડાયેલા મુદ્દા પર કામ કરતા હતાં. તેમણે સસ્કેચેવાન યુનિવર્સિટીથી લૉની ડિગ્રી હાંસલ કરી છે અને સાર્વજનિક સેવામાં કારકિર્દી બનાવતા પહેલાં તેમનું બેકગ્રાઉન્ડ ઇમિગ્રેશન અને કૌટુંબિક કાયદામાં હતું. 

આ પણ વાંચોઃ 'અમે પાકિસ્તાની નહીં, બલૂચિસ્તાની છીએ', બલૂચ નેતાએ કર્યું આઝાદીનું એલાન, ભારત સહિત વિશ્વ પાસે માગ્યું સમર્થન

રણદીપ સરાયઃ આંતરરાષ્ટ્રીય મામલાના સચિવ

સરે સેન્ટરના સાંસદ રણદીપ સરાયને આંતરરાષ્ટ્રીય વિકાસ મામલાના રાજ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. તે વિદેશમાં કેનેડાની મદદ અને સહયોગ યોજનાઓને જોશે. આ સંસદ સભ્યના રૂપે સરાયનો ચોથો કાર્યકાળ છે. તેમણે પહેલીવાર 2015માં ચૂંટાયા હતા, બાદમાં 2019 અને 2021માં ફરી ચૂંટાયા. આંતરરાષ્ટ્રીય વિકાસ સચિવ તરીકે, સરાઈ કેનેડાના વૈશ્વિક સહાય પ્રયાસોનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે, જેમાં માનવતાવાદી સહાય, શિક્ષણ, આરોગ્ય સંભાળ પહેલ અને ગરીબી નાબૂદી કાર્યક્રમોનો સમાવેશ થાય છે.

કેનેડામાં વધ્યો ભારતીય મૂળનો પ્રભાવ

આ ચૂંટણીમાં ભારતીય મૂળના કુલ 22 ઉમેદવારો સંસદમાં પહોંચ્યા છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે, ગત સંસદમાં આ સંખ્યા 17 હતી. આ દર્શાવે છે કે કેનેડાના રાજકારણમાં ભારતીય મૂળના નેતાઓનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આશ્ચર્યજનક વાત એ છે કે NDP નેતા જગમીત સિંહ પોતાની બેઠક હારી ગયા છે.

Tags :