World

અમેરિકામાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર, 10 વર્ષની જેલ થઈ શકે

By GS TEAM
25 Mar 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના જાણીતા જજ કેપી જ્યોર્જને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ફોર્ટ બેન્ડ કાઉન્ટીની અદાલતમાં એક સપ્તાહ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ જ્યુરીએ તેમને ચૂંટણી ફંડના દુરુપયોગ સાથે જોડાયેલા બે કેસમાં ગુનેગાર માન્યા છે. આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા માટે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં હવે 16 જૂનથી સજાની પ્રક્રિયા શરૂ થશે, જેમાં તેમને 2થી 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. હાલમાં તેઓ 20,000 ડૉલરના બોન્ડ પર મુક્ત થયા છે, પરંતુ શરત મુજબ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકામાં ભારતીય મૂળના જજ મની લોન્ડરિંગ કેસમાં દોષિત જાહેર, 10 વર્ષની જેલ થઈ શકે
(IMAGE - FB/Office of KP George)

Indian-Origin Judge Convicted: અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં ભારતીય મૂળના જાણીતા જજ કેપી જ્યોર્જને મની લોન્ડરિંગના ગંભીર કેસમાં કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ફોર્ટ બેન્ડ કાઉન્ટીની અદાલતમાં એક સપ્તાહ સુધી ચાલેલી લાંબી સુનાવણી બાદ જ્યુરીએ તેમને ચૂંટણી ફંડના દુરુપયોગ સાથે જોડાયેલા બે કેસમાં ગુનેગાર માન્યા છે. આરોપ છે કે તેમણે ચૂંટણી પ્રચાર માટે ભેગા થયેલા નાણાંનો અંગત મોજશોખ અને કારના હપ્તા ભરવા માટે ઉપયોગ કર્યો હતો. આ કેસમાં હવે 16 જૂનથી સજાની પ્રક્રિયા શરૂ થશે, જેમાં તેમને 2થી 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. હાલમાં તેઓ 20,000 ડૉલરના બોન્ડ પર મુક્ત થયા છે, પરંતુ શરત મુજબ તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડ્યો છે.

શું છે આખો વિવાદ?

સરકારી વકીલોએ કોર્ટમાં દાવો કર્યો હતો કે કેપી જ્યોર્જે જાણીજોઈને પોતાના ચૂંટણી ફંડની વિગતોમાં ગેરરીતિ કરી હતી અને ડેલેવેર તેમજ મેસેચ્યુસેટ્સ જેવા રાજ્યોના બેન્ક ખાતાઓ દ્વારા નાણાંની હેરાફેરી કરીને તેનો ઉપયોગ પોતાના અંગત ખર્ચમાં કર્યો હતો. બીજી તરફ, કેપી જ્યોર્જના વકીલોએ દલીલ કરી હતી કે આ કેસ માત્ર અધૂરી માહિતી પર આધારિત છે અને તેમાં કોઈ ગેરકાયદેસર વ્યવહાર થયો નથી. જોકે, જ્યુરીએ બચાવ પક્ષની દલીલોને ફગાવી દઈને તેમને ત્રીજા સ્તરના ગંભીર અપરાધ માટે દોષિત ઠેરવ્યા છે.

અમેરિકામાં ઇતિહાસ રચનાર ભારતીય મૂળના જજ

કેપી જ્યોર્જની સફર ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહી છે. મૂળ કેરળના વતની જ્યોર્જનો જન્મ ભારતના એક એવા ગામમાં થયો હતો જ્યાં વીજળીની સુવિધા પણ નહોતી. ટ્રક ડ્રાઈવરના પુત્ર હોવાથી તેમનું બાળપણ અત્યંત ગરીબીમાં વીત્યું હતું, પરંતુ પોતાની મહેનતથી તેઓ અમેરિકા પહોંચ્યા અને રાજકારણમાં મોટું નામ બનાવ્યું. વર્ષ 2018માં તેમણે ફોર્ટ બેન્ડ કાઉન્ટીના પ્રથમ અશ્વેત જજ બનીને ઇતિહાસ રચ્યો હતો. ભારતીય-અમેરિકન સમુદાયમાં તેઓ એક મોટો ચહેરો ગણાય છે.

આ પણ વાંચો: ટ્રમ્પનો ફરી મોટો દાવો: 'ઈરાને અમેરિકાને આપી કિંમતી ભેટ', પરમાણુ હથિયાર ન રાખવા પણ સહમત

દોષિત છતાં પદ પર યથાવત

કાયદાકીય પ્રક્રિયા મુજબ, દોષિત જાહેર થયા બાદ પણ અત્યારે તેમનું પદ તાત્કાલિક નહીં જાય. સજાની જાહેરાત થયા પછી જ તેમને પદ પરથી હટાવવાની કાર્યવાહી થઈ શકે છે. જો તેઓ આ ફેંસલા સામે ઉપલી અદાલતમાં અપીલ કરશે, તો આ કાનૂની લડાઈ વધુ લાંબી ખેંચાઈ શકે છે. આ ઉપરાંત, તેમની સામે ઓળખ છુપાવવા સંબંધિત અન્ય એક નાનો કેસ પણ ચાલી રહ્યો છે, જેની સુનાવણી મે મહિનામાં શરૂ થવાની શક્યતા છે.