Get The App

ભારતીય ગણિતજ્ઞ નિખિલ શ્રીવાસ્તવને માઇકલ શીલા હેલ્ડ પારિતોષિક

Updated: Jan 25th, 2021

GS TEAM

Google News
Google News
ભારતીય ગણિતજ્ઞ નિખિલ શ્રીવાસ્તવને માઇકલ શીલા હેલ્ડ પારિતોષિક 1 - image


- કેડિસન-સિંગર પ્રોબ્લેમ અને રામાનુજમ ગ્રાફ પર કામ કરી રહ્યા હતા

- અન્ય બે જણ સાથે સહિયારા પારિતોષિકના વિજેતા જાહેર થયા

વૉશિગંટન તા.25 જાન્યુઆરી 2021 સોમવાર

યુવાન ભારતીય ગણિતજ્ઞ નિખિલ શ્રીવાસ્તવને અન્ય બે ગણિતજ્ઞની સાથે માઇકલ એન્ડ શીલા હેલ્ડ પારિતોષિક વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

નિખિલ લાંબા સમયથી કેડિસન-સિંગર પ્રોબ્લેમ અને રામાનુજમ ગ્રાફ પર સંશોધન કરી રહ્યા હતા. અમેરિકાની નેશનલ એકેડેમી ઑફ સાયન્સીઝ દ્વારા પ્રગટ કરાયેલા એક નિવેદનમાં જણાવાયા મુજબ ઇકોલ પોલિટેક્નિક ફેટરલ ડી લૉસાનેના એડમ માર્ક્સ, યેલ યુનિવર્સિટીના ડેનિયલ એલન સ્પીલમેન અને બર્કલેની કેલિફોર્નિયા યુનિવર્સિટી સાથે સંકળાયેલા ગણિતજ્ઞ નિખિલ શ્રીવાસ્તવને માઇકલ એન્ડ શીલા હેલ્ડ પારિતોષિક વહેંચી આપવામાં આવશે.

આ એવોર્ડમાં એક લાખ ડૉલર્સ અને ચંદ્રકનો સમાવેશ થાય છે. આ ત્રણે વિદ્વાનો લાંબા સમયથી કેડિસન-સિંગર પ્રોબ્લેમ અને રામાનુજમ ગ્રાફ વિશે સંશોધન કરી રહ્યા હતા. આ પ્રક્રિયામાં લીનીયર એેલ્જિબ્રા (બીજગણિત), જ્યોમેટ્રી ઑફ પોલીનોમીઅલ્સ (બહુપદીય ભૂમિતિ) અને ગ્રાફ થિયરીનો સમાવેશ કરાયો હતો. 

આ ત્રણે જણે સંગઠિત પ્રયાસો દ્વારા કરેલા સંશોધનની વિગતો પ્રકાશિત કરી હતી. નવી પેઢીના કોમ્પ્યુટર વિજ્ઞાનીઓને આ સંશોધન ખૂબ કામ લાગશે એવું યેલ યુનિવર્સિટીના એક અહેવાલમાં જણાવાયું હતું.


Tags :