World

રાતોરાત ભારતીય યુવક બન્યો અબજોપતિ! UAEની સૌથી મોટી લોટરીમાં 240 કરોડ રૂપિયા જીત્યા

By GS TEAM
28 Oct 20251 min read
TukuTouch Logo
અબુધાબીમાં રહેતા 29 વર્ષીય ભારતીય યુવક અનિલકુમાર બોલ્લા મધવ રાવ બોલ્લાએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના લોટરી ઈતિહાસમાં એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે 18 ઓક્ટોબરે યોજાયેલ 'લકી ડે ઈવેન્ટ'માં અંદાજે 240 કરોડ રૂપિયાનો જંગી જેકપોટ જીતીને દેશની અત્યાર સુધીની સૌથી મોટી લોટરી જીત છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાતોરાત ભારતીય યુવક બન્યો અબજોપતિ! UAEની સૌથી મોટી લોટરીમાં 240 કરોડ રૂપિયા જીત્યા

Indian Man Won UAE Lottery : અબુધાબીમાં રહેતા 29 વર્ષીય ભારતીય યુવક અનિલકુમાર બોલ્લા મધવ રાવ બોલ્લાએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના લોટરી ઈતિહાસમાં એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે. તેણે 18 ઓક્ટોબરે યોજાયેલ 'લકી ડે ઈવેન્ટ'માં અંદાજે 240 કરોડ રૂપિયાનો જંગી જેકપોટ જીતીને દેશની અત્યાર સુધીની સૌથી મોટી લોટરી જીત છે.

નંબર પસંદ કરવામાં માતાની જન્મ તારીખ લખી

એક વીડિયોમાં અનિલકુમારે કહ્યું કે, આ જીત કોઈ જાદુથી નહીં, પરંતુ સમજદારીથી લેવાયેલા નિર્ણયથી મળી છે. તેણે ઇઝી પીક ઓપ્શનથી ટિકિટ પસંદ કરી હતી, જે સિસ્ટમ દ્વારા ઓટોમેટિક જનરેટ થાય છે. ત્યારબાદ તેમણે મંથ સેટમાંથી નંબર 11 પસંદ કર્યો હતો, જે તેની માતાના જન્મ મહિનાની તારીખ છે.

લોટરી જીતી હોવાનું સાંભળતા આશ્ચર્ય થયું : અનિલકુમાર

અનિલકુમારે કહ્યું કે, જ્યારે તેમને જીતના સમાચાર મળ્યા ત્યારે તે આશ્ચર્ય પામ્યો હતો. તેણે આ પળને લાઇફ-ચેન્જિંગ મોમેન્ટ ગણાવી છે. હવે તેનું ધ્યાન આ રકમનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવા પર છે. તેએ કહ્યું કે, ‘હું વિચારું છું કે આ પૈસાને યોગ્ય દિશામાં કેવી રીતે ઉપયોગ કરું. હું કંઈક મોટું કરવા માંગુ છું.’

આ પણ વાંચો : પુતિનના ઓઈલ સામ્રાજ્યને મોટો ફટકો, ટ્રમ્પના પ્રતિબંધ બાદ લુકોઈલે વિદેશી કંપનીઓ વેચવાની કરી જાહેરાત