અમેરિકામાં ખોટા આરોપો હેઠળ 43 વર્ષ જેલ ગોંધી રખાયેલા ભારતીયોને હવે ડિપોર્ટ કરાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Indian Man Jailed 43 Years in US: અમેરિકામાં હત્યાના ખોટા આરોપ હેઠળ 43 વર્ષ જેલમાં ગાળનારા ભારતીય મૂળના વ્યક્તિ સુબ્રમણ્યમ વેદમની મુશ્કેલીઓનો અંત આવતો નથી. હાલમાં 64 વર્ષના વેદમને જેલમાંથી મુક્ત થયાના તરત જ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે, અને હવે તેમને અમેરિકામાંથી ડિપોર્ટ (હકાલપટ્ટી) થવાનો સામનો કરવો પડી શકે છે.
43 વર્ષની નિર્દોષ સજા
જ્યારે સુબ્રમણ્યમ વેદમ પર હત્યાનો આરોપ લાગ્યો, ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી અને તેઓ પેન્સિલ્વેનિયાની સ્ટેટ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેમના પર મિત્રની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેમને પેરોલ વગરની સજા ફટકારવામાં આવી હતી. વેદમે જે ગુનો કર્યો જ ન હતો, તેના માટે તેમણે પોતાના જીવનના 43 કિંમતી વર્ષો જેલમાં વિતાવ્યા.
તેમને કોર્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે પરિવાર તેમના ઘરે પાછા ફરવાની રાહ જોઈ રહ્યું હતું, પરંતુ તરત જ ICEએ તેમની અટકાયત કરી લીધી હતી.
આ પણ વાંચો: તાલિબાને તબાહી મચાવી તો લાચાર પાકિસ્તાને કહ્યું - આ તંગદિલી પાછળ ભારતનો હાથ
ડિપોર્ટ થવાનો ડર
સુબ્રમણ્યમ વેદમ જ્યારે માત્ર નવ મહિનાના હતા, ત્યારે તેમના માતા-પિતા ભારત છોડીને અમેરિકા આવી ગયા હતા. હવે 43 વર્ષની સજા ભોગવ્યા બાદ તેમને તે જ દેશમાં ડિપોર્ટ કરવામાં આવશે, જે દેશ તેઓ લગભગ બાળપણથી જ છોડી ચૂક્યા હતા.
અહેવાલો મુજબ, હાલમાં વેદમ ICEની કસ્ટડીમાં છે. ICE અધિકારીઓનું કહેવું છે કે વેદમને તો 1980માં જ ભારત ડિપોર્ટ કરી દેવાનો હતો, પરંતુ તે સમયે હત્યાના આરોપીઓને ડિપોર્ટ કરવામાં આવતા ન હોવાથી તેઓ બચી ગયા હતા. ICEની કસ્ટડીમાંથી વેદમને છોડાવવા માટે હવે ઈમિગ્રેશન કોર્ટ દ્વારા તેમનો કેસ ફરીથી ખોલવામાં આવે અને તેની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે. જો કે, તેમની યુવાની દરમિયાન તેમણે ડ્રગ્સની હેરાફેરી પણ કરી હતી, જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે ઘણા અમેરિકન નાગરિકોમાં આ પ્રકારના ટ્રેન્ડ જોવા મળી રહ્યા છે.
43 વર્ષની ખોટી સજા ભોગવ્યા બાદ પણ વેદમનું અમેરિકાનું સપનું તૂટી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે, અને હવે તેમના ભાવિનો નિર્ણય ઇમિગ્રેશન કોર્ટના હાથમાં છે.








