- આયુષ્યમાન ભારત યોજના દ્વારા ભારતે લાખ્ખો બાળકોનાં 'બાળ મરણ' અટકાવ્યાં જે ઉદાહરણરૂપ છે
યુએન : બાળ મરણ અટકાવવામાં ભારતે હાથ ધરેલા પ્રયાસો ઉદાહરણરૂપ છે, તેમ કહેતાં સંયુક્ત રાષ્ટ્રોની સંસ્થા, 'ધી યુનાઈટેડ નેશન્સ ઇન્ટર એજન્સી ગુ્રપ ફોર ચાઇલ્ડ પોર્ટાલિટી એસ્ટિમેશનનો મંગળવારે પ્રસિદ્ધ થયેલો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં હાથ ધરાયેલા બાળ મરણ રોકવાના પ્રયાસો તો ઉદાહરણરૂપ છે જ, ઉપરાંત નેપાળ, સેનેગલ, ધાના અને બરૃંદીએ પણ બહુવિધ યોજનાઓ ઘડી બાળ મરણનો દર નીચો લાવી શક્યા છે. તે સર્વેમાં ભારતમાં સૌથી નીચો દર છે.
આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ વર્ષથી નીચેના બાળકોમાં ભારતે મૃત્યુ દર ૭૦ ટકા જેટલો ઘટાડી દીધો છે. જો કે નવ જાત શિશુનો મૃત્યુ દર ૬૧ ટકા જેટલો ઘટયો છે.
ભારતમાં બાળ મરણમાં થયેલો ઘટાડો ભારત સરકારે હાથ ધરેલી આયુષ્યમાન યોજનાને લીધે થયો હોવાનું તે અહેવાલમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે. આ યોજના નીચે દરેક કુટુંબને દર વર્ષે ૫૫૦૦ ડોલર સુધીની (રૂ. ૫૦,૦૦૦ સુધીની) સહાય આપવામાં આવે છે. તેમ કહેતાં આ અહેવાલ જણાવે છે કે સગર્ભા મહિલાઓને માટે નિ:શુલ્ક પ્રસુતી જેમાં સીઝેરિયન ઓપરેશન પણ આવરી લેવાયું છે. તેવી ઉદાહરણરૂપ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ અહેવાલ વધુમાં જણાવે છે કે નિમ્ન મધ્યમ-નિમ્ન સ્તરીય દેશોમાં પણ બાળ મરણનો આંક ઇ.સ. ૨૦૦૦થી ઘટયો છે. આ દેશો છે : સેન્ગોવા, ભૂતાન, બોલિવીયા, કેપ-ર્વેડ, ઇંડીયા, મોરોક્કો, સેનીગલ, ટાન્ઝાનિયા અને ઝામ્બીયા. આ દેશોએ ૨૦૦૦થી અત્યાર સુધીમાં બાળ મરણ બે તૃતીયાંશ જેટલું ઘટાડયું છે.


