Get The App

આ ભારતીય બિઝનેસમેને ખરીધ્યુ લંડનનું સૌથી મોંઘુ ઘર, રાજમહેલથી ઓછુ નથી આ આલિશાન ઘર

Updated: Jul 22nd, 2023

GS TEAM

Google News
Google News
આ ભારતીય બિઝનેસમેને ખરીધ્યુ લંડનનું સૌથી મોંઘુ ઘર, રાજમહેલથી ઓછુ નથી આ આલિશાન ઘર 1 - image


તા. 22 જુલાઇ 2023, શનિવાર

લંડન ઘણા ભારતીય અબજોપતિઓનું ઘર છે. લક્ષ્મી નિવાસ મિત્તલથી લઈને અનિલ અગ્રવાલ સુધીના ભારતીય અબજોપતિઓ પહેલેથી જ લંડનમાં રહે છે. ત્યારે વધુ એક ભારતીય અબજોપતિએ લંડનમાં એક હવેલી ખરીદી છે.

મળતી માહિતી પ્રમાણે, ભારતીય અબજોપતિ રવિ રુઈયાએ લંડનમાં 1200 કરોડ રૂપિયા (113 મિલિયન યુરો)માં આલીશાન હવેલી ખરીદી છે. રુઈયાએ જે પ્રોપર્ટી ખરીદી છે તેનું નામ હેનોવર લોજ   (Hanover Lodge mansion)  છે અને તે લંડનના રેજન્ટ પાર્કમાં આવેલી છે.

આ બંગલો રશિયન પ્રોપર્ટી ઇન્વેસ્ટર એન્ડ્રી ગોંચરેન્કો સાથે સંકળાયેલો છે. હાલના વર્ષોમાં લંડનમાં સૌથી મોટો પ્રોપર્ટી ડીલ બની ગઇ છે.

આ ભારતીય બિઝનેસમેને ખરીધ્યુ લંડનનું સૌથી મોંઘુ ઘર, રાજમહેલથી ઓછુ નથી આ આલિશાન ઘર 2 - image

ગોંચારેન્કોની માલિકીની હતી

આ બંગલાની માલિકી બે વર્ષ પહેલા સુધી ગોંચરેન્કો પાસે હતી. ગોંચારેન્કો રશિયન રાજ્ય એનર્જી કંપનીની સબ્સિસિડિ Gazprom Invest Yugના ડિપ્ટી CEO રહી ચૂક્યાં છે. 

તેમણે 2012માં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા રાજકુમાર બાગડી પાસેથી આ મિલકતની બાકીની મધ્યમ લીઝ 120 મિલિયન યુરોમાં મેળવી હતી. રુઇયા ફેમિલી ઓફિસના પ્રવક્તા વિલિયમ રેગોએ જણાવ્યું કે, 19મી સદીની આ પ્રોપર્ટી હજુ પણ અંડર કંસ્ટ્રક્શન છે, તેથી સસ્તી કિંમતે મળી ગઇ છે.     

Tags :