Get The App

કમાલની અપ્સરા : એક સમયે જે ખુરશી પર બેસતા હતા ઓબામા, તે ખુરશી પર બેસશે ભારતીય મૂળની વિદ્યાર્થીની

ભારતીય મૂળની અપ્સરા ઐયર વિશ્વની એકમાત્ર મહત્વની સંસ્થા હાર્વર્ડ લો રિવ્યુમાં પ્રમુખ તરીકે ચૂંટાઈ

ઓબામા તેમજ SCના જસ્ટિસ રૂથ બેડર જિન્સબર્ગ પણ હાર્વર્ડ લૉ રિવ્યૂનું પ્રમુખ પદ સંભાળી ચુક્યા છે

Updated: Feb 8th, 2023

GS TEAM

Google News
Google News
કમાલની અપ્સરા : એક સમયે જે ખુરશી પર બેસતા હતા ઓબામા, તે ખુરશી પર બેસશે ભારતીય મૂળની વિદ્યાર્થીની 1 - image
Image -Apsara Iyer, Twitter

નવી દિલ્હી, તા.08 ફેબ્રુઆરી-2023, બુધવાર

ભારતીય મૂળની અપ્સરા ઐયર વિશ્વની એકમાત્ર મહત્વની સંસ્થા હાર્વર્ડ લો રિવ્યુમાં પ્રમુખ તરીકે ચૂંટાઈ છે. 136 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ભારતીય-અમેરિકી મૂળની વ્યક્તિને આ પદ પર બિરાજમાન થવાની તક મળી છે. હાર્વર્ડ લૉ રિવ્યુ એ કાયદા ક્ષેત્રમાં પ્રકાશિત થતા લેખોની સમીક્ષા અને પસંદગીના હેતુ હેઠળની તેમજ હાર્વર્ડ લૉ સ્કૂલની અંતર્ગત સંચાલન કરતી સંસ્થા છે. ભારતીય-અમેરિકન વિદ્યાર્થી અપ્સરા અય્યર હાર્વર્ડ લો સ્કૂલની બીજા વર્ષની વિદ્યાર્થીની છે.

હાર્વર્ડ લો સંસ્થાની સ્થાપના 1887માં કરાઈ હતી

1887માં હાર્વર્ડ લો સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ધ હાર્વર્ડ ક્રિમસનના એક રિપોર્ટ દ્વારા અપ્સરા ઐય્યરને પ્રમુખ બનાવાઈ હોવાની પુષ્ટી કરાઈ છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, હાર્વર્ડ લૉ રિવ્યૂમાં અપ્સરા ઐયરની 137મી પ્રમુખ તરીકે પસંદગી થઈ છે. આ સફળતા અંગે મીડિયા સાથે વાત કરાતા અપ્સરાએ ખુશી વ્યક્ત કરી છે. અપ્સરા ઐય્યરે કહ્યું કે, લૉ રિવ્યૂ પ્રમુખ તરીકે લેખોની સમીક્ષા તેમજ પસંદગી પ્રક્રિયામાં વધુ સંપાદકોને સામેલ કરવા તેમની પ્રાથમિકતા રહેશે, જેથી ઉચ્ચ ગુણવત્તાની કામગીરી કરવા સંસ્થાની પ્રતિષ્ઠા જળવાઈ રહે.

અપ્સરાનું લક્ષ્ય

અપ્સરા ઐય્યરે જણાવ્યું કે, સંસ્થામાં વધુમાં વધુ શ્રેષ્ઠ કામગીરી થાય, તેના પર ધ્યાન કેન્દ્રીત કરશે. ઉલ્લેખનિય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા તેમજ અમેરિકાની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ રૂથ બેડર જિન્સબર્ગ પણ હાર્વર્ડ લૉ રિવ્યૂનું પ્રમુખ પદ સંભાળી ચુક્યા છે. ક્રિમસનના રિપોર્ટ મુજબ અપ્સરા અય્યરે વર્ષ 2016માં યેલમાંથી ગ્રેજ્યુએશન ડિગ્રી મેળવી હતી. તેમની પાસે અર્થશાસ્ત્ર, ગણિત અને સ્પેનિશમાં ગ્રેજ્યુએશનની પણ ડિગ્રી છે.