Get The App

ભારતીય વાયુસેનાની વધશે તાકાત: અમેરિકન 'માર્ક-84'ને ટક્કર આપશે ભારતના 1000 કિલોના 'સ્વદેશી બોમ્બ'

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય વાયુસેનાની વધશે તાકાત: અમેરિકન 'માર્ક-84'ને ટક્કર આપશે ભારતના 1000 કિલોના 'સ્વદેશી બોમ્બ' 1 - image

1000 kg Aerial Bomb for IAF: ભારતીય સંરક્ષણ મંત્રાલયે વાયુસેના માટે 1000 કિલોગ્રામ વજનના અત્યાધુનિક એરિયલ બોમ્બના નિર્માણ માટે સ્વદેશી ડિઝાઇન અને વિકાસ પ્રક્રિયાને વેગ આપ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ ક્ષેત્રે વિદેશી નિર્ભરતા ઘટાડવાનો અને 'મેક ઇન ઇન્ડિયા' અભિયાનને મજબૂત કરવાનો છે. આ બોમ્બ સંપૂર્ણપણે ભારતમાં જ ડિઝાઇન અને ડેવલપ કરવામાં આવશે, જે ભારતીય વાયુસેનાના લડાયક વિમાનોની સંહારક ક્ષમતામાં મોટો વધારો કરશે.

અમેરિકાના 'માર્ક-84' સાથે તુલના

આ નવો સ્વદેશી બોમ્બ અમેરિકાના પ્રખ્યાત 'માર્ક-84' (MK-84) બોમ્બની સમકક્ષ માનવામાં આવે છે. MK-84 તેની વિનાશક ક્ષમતા માટે જાણીતું છે, જેનો ઉપયોગ મોટા બંકરો અને મજબૂત સૈન્ય માળખાઓને તોડી પાડવા માટે થાય છે. તે 907 કિલો વિસ્ફોટક લઈ જઈ શકે છે. તેનો મતલબ છે કે બોમ્બ દુશ્મનના મોટા-મોટા ટાર્ગેટને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે. ભારત દ્વારા તૈયાર કરવામાં આવી રહેલો આ 1000 કિલોનો બોમ્બ પણ દુશ્મનના મોટા ટાર્ગેટ અને રણનીતિક ઠેકાણાઓને પલવારમાં નેસ્તનાબૂદ કરવાની શક્તિ ધરાવશે.

આ પણ વાંચો: ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ નજીક હુમલાથી ફફડાટ! રશિયાના એન્જિનિયરોએ ભાગવું પડ્યું, IAEAની પણ ચેતવણી

600 આવા 1000 કિલોના હવાઈ બોમ્બ ખરીદાશે

સંરક્ષણ મંત્રાલયે આ સ્વદેશી બોમ્બો માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ એટલે EOI જાહેર કરી દીધું છે. જે હેઠળ 600 એવા 1000 કિલોના હવાઈ બોમ્બ બનાવવામાં આવશે અને ખરીદવામાં આવશે. તેની સાથે ટેલ યુનિટ એટલે પૂંછ વાળા ભાગ અને બીજા જરૂરી ઉપકરણ પણ સામેલ હશે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ બાય ઈન્ડિયન કેટેગરીમાં ચાલશે એટલે તમામ ભારતમાં જ બનશે. તેનાથી ભારતયી કંપનીઓ આગળ વધશે અને દેશની રક્ષા વ્યવસ્થા મજૂબત થશે.

બોમ્બની ખાસિયતો જાણો

આ નવી હવાઈ બોમ્બ ઓટોમેટિક ટુકડામાં વહેંચાઈને ફેલાઈ જશે. આ ઉચ્ચ કેલિબરના હથિયાર છે જે ખુબ જ ઝડપી વિસ્ફોટ પેદા કરે છે. દુશ્મનના ટાર્ગેટ પર સંપૂર્ણ પ્રભાવ પાડે છે. આ બોમ્બ રશિયન અને પશ્ચિમી બંને પ્રકારના વિમાનો પર લગાવાઈ શકશે જે ભારતીય વાયુ સેના પાસે છે.

અત્યાર સુધી ભારતીય વાયુ સેના આવા એમકે-84 ક્લાસના બોમ્બ વિદેશી કંપનીઓ પાસેથી ખરીદતી હતી. હવે સ્વદેશી બોમ્બ આવવાથી વાયુ સેનાને વધુ વિશ્વાસ થશે અને લોજિસ્ટિક્સ પણ સરળ થશે. આ બોમ્બ દુશ્મનના ઠેકાણાઓ, પુલો, રનવે અને ગોડાઉનોને એક ઝટકામાં નષ્ટ કરી શકે છે.

આ પણ વાંચો: 'ભારતે કંઈ પણ કર્યું તો કોલકાતા સુધી હુમલા કરીશું...', પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીની ધમકી

વાયુસેનાના ફાઇટર જેટ્સ થશે વધુ સજ્જ

આ બોમ્બના આગમનથી સુખોઈ-30 MKI જેવા ભારતના શક્તિશાળી ફાઇટર જેટ્સની તાકાત અનેકગણી વધી જશે. હાલમાં ભારત આવા ભારે બોમ્બ માટે અન્ય દેશો પર નિર્ભર રહેવું પડે છે, પરંતુ આ પ્રોજેક્ટ સફળ થતા ભારત આ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર બનશે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ બોમ્બ માત્ર આર્થિક રીતે સસ્તો જ નહીં હોય, પરંતુ તે ભારતીય પરિસ્થિતિઓ અને વાયુસેનાની જરૂરિયાતો મુજબ વધુ સચોટ સાબિત થશે.