Get The App

'રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરવામાં ભારત કરશે મદદ...' અમેરિકન સાંસદનું મોટું નિવેદન

Updated: Aug 9th, 2025

GS TEAM

Google News
Google News
'રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરવામાં ભારત કરશે મદદ...' અમેરિકન સાંસદનું મોટું નિવેદન 1 - image


Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. દરમિયાન, અમેરિકાના સેનેટર લિન્ડસે ગ્રેહામે ભારતને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી. 



...તો ભારત અને અમેરિકાના સંબંધો સુધરશે 

તેમણે કહ્યું કે જો આ યુદ્ધ ભારત દ્વારા સમાપ્ત કરાવાય તો તે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવામાં સૌથી મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા, ગ્રેહામે લખ્યું કે, "જેમ હું ભારતમાં મારા મિત્રોને કહી રહ્યો છું, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવા માટે તેઓ જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય કરી શકે છે તે એ છે કે યુક્રેનમાં રક્તપાત રોકવાના પ્રયાસમાં પ્રમુખ ટ્રમ્પને મદદ કરો."

ગ્રેહામને ભારતથી આશા.... 

ગ્રેહામે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "ભારત પુતિનના સસ્તા તેલનો બીજો સૌથી મોટો ખરીદાર છે. આ તેલ ખરીદી દ્વારા મળેલા પૈસા પુતિનના યુદ્ધ મશીનને મદદ કરે છે." રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચેના તાજેતરના ફોન કોલનો ઉલ્લેખ કરતા ગ્રેહામે કહ્યું, "મને આશા છે કે પીએમ મોદીએ પુતિન સાથેના તેમના તાજેતરના ફોન કોલમાં યુક્રેનમાં આ યુદ્ધના ન્યાયી, સન્માનજનક અને કાયમી ઉકેલને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હશે. હું હંમેશા માનતો આવ્યો છું કે આ બાબતમાં ભારતનો પ્રભાવ છે અને મને આશા છે કે તે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશે."

Tags :