Get The App

ભારત-અમેરિકા કુદરતી ભાગીદાર મોદી સાથે વાત કરવા આતુર : ટ્રમ્પ

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
ભારત-અમેરિકા કુદરતી ભાગીદાર મોદી સાથે વાત કરવા આતુર : ટ્રમ્પ 1 - image


- ભારત-અમેરિકા વચ્ચે અટકેલી વેપાર મંત્રણા આગળ વધારવા ટ્રમ્પના સંકેત

- રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા યુરોપીયન યુનિયન ભારત અને ચીન પર 100 ટકા સુધીનો ટેરિફ નાખે : ટ્રમ્પના વિરોધાભાસી નિવેદનની ચર્ચા

ન્યૂયોર્ક-વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચે અટકેલી વેપાર મંત્રણા આગળ વધારવાના સંકેત આપ્યા છે. તેની સાથે બંને દેશને કુદરતી ભાગીદાર ગણાવ્યા છે. આ ઉપરાંત તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે બંને દેશ વચ્ચેની વેપાર મંત્રણા સફળતાપૂર્વક પૂરી થશે. આ ઉપરાંત તે આગામી અઠવાડિયાઓમાં તેમના ખાસ મિત્ર પીએમ મોદી સાથે વાતચીત કરવા ઉત્સુક છે. 

ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે વોશિંગ્ટન અને દિલ્હી વચ્ચે ચાલતી વેપાર મંત્રણાનું યોગ્ય પરિણામ આવશે. તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તે પોતાના બહુ જ સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા આતુર છે. તેમણે જણાવ્યું હતું કે મને તે વાતનો આનંદ છે કે બંને દેશ અનેક અવરોધો વચ્ચે વેપાર મંત્રણાના મોરચે સફળતાપૂર્વક વાટાઘાટ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે બંને દેશ વચ્ચે ચાલતી આ વેપાર મંત્રણાનું સફળ પરિણામ આવશે.

આ પહેલા શનિવારે પણ ટ્રમ્પે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને ખાસ ગણાવ્યા અને પીએમ મોદી સાથે મજબૂત સંબંધો પર ભાર મૂક્યો. ટ્રમ્પે જણાવ્યું હતું કે હું હંમેશા પીએમ મોદીનો મિત્ર રહીશ. તે એક મહાન વડાપ્રધાન છે. બસ તે ફક્ત હાલમાં જે કરી રહ્યા છે તે મને પસંદ નથી, પણ ભારત-અમેરિકા વચ્ચેના સંબંધ બહુ ખાસ છે. ચિંતાની કોઈ વાત નથી ક્યારેક અમારી વચ્ચે થોડા-થોડા મતભેદ થઈ જાય છે.

જો કે ટ્રમ્પે બીજી બાજુએ યુરોપીયન યુનિયનને વિનંતી કરી છે કે ભારત અને ચીન પર તે ભારત અને ચીન પર જંગી ટેરિફ લગાવે. 

જો કે ઇયુ તરફથી આ અંગે કાઈ નિર્ણય લેવાયો નથી. ટ્રમ્પે આ અપીલ એટલા માટે કરી જેથી પુતિન પર યુદ્ધ અટકાવવા માટે દબાણ લાવી શકાય. ટ્રમ્પ પોતે ફરિયાદ કરે છે કે યુરોપે હજી પણ કારોબારને લઈને રશિયા સાથે જોઈએ તેટલું અંતર કેળવ્યું નથી. ગયા વર્ષે યુરોપીયન સંઘે ગેસની કરેલી કુલ આયાતમાં રશિયાનો હિસ્સો ૧૯ ટકા હતો. 

જો કે ઇયુએ જણાવ્યું હતું કે તે રશિયામાંથી આવતો પુરવઠો અટકાવવા માટે સંપૂર્ણપણ પ્રતિબદ્ધ છે.

Tags :