Get The App

ટેરિફ વિવાદ વચ્ચે ભારત અમેરિકા પાસેથી રૂ. 825 કરોડના શસ્ત્રો ખરીદશે

Updated: Nov 21st, 2025

GS TEAM

Google News
Google News
ટેરિફ વિવાદ વચ્ચે ભારત અમેરિકા પાસેથી રૂ. 825 કરોડના શસ્ત્રો ખરીદશે 1 - image


- એક્સકેલિબર પ્રોજેક્ટાઇલ અને ઉપકરણોની કિંમત રૂ. 418 કરોડ

- ભારતને 100 એડવાન્સ પોર્ટેબલ એન્ટિ ટેન્ક ગાઇડેડ મિસાઇલ જેવલિન અને એક્સકેલિબર આર્ટિલરી વેચશે

નવી દિલ્હી : ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સતત સુધરી રહ્યા હોવાનો વધુ એક પુરાવો મળ્યો છે. ભારતે તેની જરુરિયાતના દસ ટકા એલપીજી અમેરિકા પાસેથી ખરીદવાનો કરાર કર્યા પછી અમેરિકાએ ટેરિફના વિવાદની વચ્ચે પણ ભારતની સાથે ૯.૩ કરોડ ડોલર (રુ. ૮૨૫ કરોડ)ની આર્મ્સ ડીલ કરી છે. આ ડીલ હેઠળ ભારતને ખતરનાક જેવલિન એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ અને એક્સકેલિબર પ્રીસિઝન ગાઇડેડ આર્ટિલરી પ્રોજેક્ટાઇલ ખરીદવા મંજૂરી આપી છે. 

અમેરિકાની ડિફેન્સ સિક્યોરિટી કોઓપરેશન એજન્સી (ડીએસસીએ)એ જણાવ્યું હતું કે અમેરિકાના વિદેશ વિભાગને ૯.૩ કરોડ ડોલરના લશ્કરી સરંજામના વેચાણની મંજૂરી આપી છે. તેમા ૧૦૦ જેવલિન મિસાઈલ, એક ફ્લાય બાય-ટુ-બાય રાઉન્ડ, ૨૫ કમાંડ લોન્ચ યુનિટ, ટ્રેનિંગ એડ્સ, સિમ્યુલેશન રાઉન્ડ, સ્પેરપાર્ટ્સ અને  ફુલ લાઇફસાઇકલ સપોર્ટને મંજૂરી આપી છે.

આ પેકેજમાં ૧૦૦ એફજીએમ-૧૪૮ જેવલિન મિસાઈલ, ૨૫ લાઇટેક્ટ કમાન્ડ લોન્ચ યુનિટ અને ૨૧૬ એક્સકેલિબર આર્ટિલરી રાઉન્ડ્સ સામેલ છે. 

ભારત સરકારને ૧૦૦ એફજીેએમ-જેવલિન રાઉન્ડ, જેવલિન એફજીએમ-૧૪૮ મિસાઇલ, ફ્લાયટુબાય, ૨૫ જેવલિન લાઇટવેઇટ કમાંડ લોન્ચ યુનિટ કે એક જેવલિન બ્લોક એક કમાંડ યુનિટ્સ ખરીદવાની તક પૂરી પાડી છે.

તેઓએ જણાવ્યું હતું કે ભારતને આ બધા શસ્ત્રોને તેના લશ્કરમાં સામેલ કરવામાં કોઈ તકલીફ નહીં પડે. તેમા એક્સકેલિબર પ્રોજેક્ટાઇલ અને સંલગ્ન ઉપકરણોની કિંમત ૪.૭૧ કરોડ ડોલર છે. ઉલ્લેખનીય છે કે જેવલિન વિશ્વની સૌપ્રથમ અડવાન્સ પોર્ટેબલ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. તેને અમેરિકાની લોકહીડ માર્ટિન અને આરટીએક્સ કંપનીએ વિકસાવી છે.

 આ મિસાઇલને ફાયર એન્ડ ફરગેટ પણ કહેવાય છે. તેનો સીધો ્અર્થ એમ થાય છે કે સૈનિકે તેના પર સતત નિશા બનાવી રાખવાની જરૂર પડતી નથી. આ મિસાઇલ પોતાના લક્ષ્યને જાતે શોધે છે અને ટાર્ગેટ કરે છે. 

Tags :