Get The App

ભારતે પરમાણું ક્ષમતા ધરાવતી અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું

આ મિસાઈલ બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ છે.

અગ્નિ-5 આપણી શ્રેણીનું સૌથી આધુનિક હથિયાર છે.5000 કિમી સુધી મારવામાં સક્ષમ

Updated: Dec 15th, 2022

GS TEAM

Google News
Google News
ભારતે પરમાણું ક્ષમતા ધરાવતી અગ્નિ-5 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું 1 - image
Image DRDO File 

 











નવી દિલ્હી, તા. 15 ડીસેમ્બર 2022, ગુરુવાર

સંરક્ષણ અધિકારોએ આ પરીક્ષણ વિશે માહિતી આપતાં કહ્યુ કે, ભારતે ગુરુવારે અગ્નિ-5 બેલેસ્ટિક પરમાણુ મિસાઈલ કે જે સરફેસ સપાટી (જમીનથી જમીન )પર હુમલો કરવા સક્ષમ છે તેનું રાત્રી પરિક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું. આ મિસાઈલમાં ત્રણ સ્ટેઝમાં સંચાલન કરી શકાય તેવું ઘન ઈંધણ એન્જિન લગાવવામાં આવ્યું છે. અગ્નિ-5 પાંચ હજાર કિલોમીટર સુધી ચોક્કસ જગ્યા પર હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

સંરક્ષણ સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે મિસાઈલ પર સ્થાપિત નવી ટેક્નોલોજી અને સાધનોનું પરીક્ષણ કરવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલ હવે પહેલા કરતા હલકી થઈ ગઈ છે. એટલું જ નહીં પણ જરૂર પડ્યે અગ્નિ-5 મિસાઈલની રેન્જ વધારવાની ક્ષમતા પણ વિકસાવવામાં આવી છે.

નવી અગ્નિ મિસાઈલની ફાયર કરવાની શક્તિ 5,000 થી 8,000 કિમી
અગ્નિ શ્રેણીની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ઘણા રિપોર્ટમા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે નવી અગ્નિ મિસાઈલની ફાયર કરવાની શક્તિ 5,000 થી 8,000 કિમી છે. આ મિસાઈલનું વજન 50 ટન છે. તેમજ અગ્નિ-5 ની ઊંચાઈ 17 મીટર અને વ્યાસ 2 મીટર છે.  અને તે 1.5 ટન સુધીના પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. અગ્નિ-5 અવાજની 24 ગણી ઝડપ સાથે મુકાબલો કરી શકે છે.

આ મિસાઈલ હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ
સંરક્ષણ નિષ્ણાતોના જણાવ્યા મુજબ આ મિસાઈલ બેઈજિંગ, શાંઘાઈ, ગુઆંગઝુ અને હોંગકોંગ સહિત સમગ્ર ચીનને નિશાન બનાવવામાં સક્ષમ છે. 'અગ્નિ-5' આપણી બીજી શ્રેણીઓમાનું સૌથી આધુનિક હથિયાર છે. તેની પરમાણુ સામગ્રી વહન કરવાની ક્ષમતા અન્ય મિસાઈલ પ્રણાલીઓ કરતા ઘણી વધારે છે.

અગ્નિ-4 અને અગ્નિ-5 ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
ઇન્ટર-કોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ ધરાવતી આવી મિસાઇલ બહુ ઓછા દેશો પાસે  છે, જેમાં પાકિસ્તાન પાસે આવી મિસાઇલ નથી.જ્યારે અમેરિકા, ચીન, રશિયા, ફ્રાન્સ અને ઉત્તર કોરિયાનો પાસે છે. જણાવી દઈએ કે ભારત પાસે પહેલાથી જ 700 કિમીની રેન્જવાળી અગ્નિ-1, 2000 કિમીની રેન્જવાળી અગ્નિ-2, 2,500 કિમીથી 3,500 કિમીની રેન્જવાળી અગ્નિ-3 મિસાઈલ છે. તેને પાકિસ્તાન વિરુદ્ધ બનાવવામાં આવેલી રણનીતિ હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યારે અગ્નિ-4 અને અગ્નિ-5 ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.