World

અં.રા. સલામતી સમિતિમાં ભારતે પાકની પટકી પાડી કહ્યું : તેના લશ્કરે 4 લાખ મહિલાઓ પર બળાત્કારો કર્યાં છે

By GS TEAM
7 Oct 20252 mins read
અં.રા. સલામતી સમિતિમાં ભારતે પાકની પટકી પાડી કહ્યું : તેના લશ્કરે 4 લાખ મહિલાઓ પર બળાત્કારો કર્યાં છે

- 'આ તે દેશ છે કે જેનું સૈન્ય તેનાં જ નાગરિકો પર બોમ્બ ફેંકે છે અને જમ્મુ-કાશ્મીરનું ગાણું ગાય દુનિયાને ભરમાવે છે'

સંયુક્ત રાષ્ટ્રો : જમ્મુ અને કાશ્મીર અંગેના પાકિસ્તાનનાં ગાણાનો લોખંડી જવાબ આપતાં ભારતે પાકિસ્તાનની આબરૂના ધજાગરા ઉડાડતાં કહ્યું હતું કે તે એ દેશ છે કે જેનું સૈન્ય પોતાના જ નાગરિકો પર બોમ્બ નાખે છે, તેનું લશ્કર ચાર-ચાર લાખથી વધુ મહિલાઓ ઉપર બળાત્કારો કરે છે.

સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં મહિલાઓ શાંતિ અને સલામતી વિષે ચાલતી ચર્ચામાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે પાકિસ્તાનનાં જુઠ્ઠાંણાંઓનો પર્દાફાશ કરતાં કહ્યું હતું કે, માત્ર અને માત્ર પોતે કરેલા સુવ્યવસ્થિત નર-સંહારથી દુનિયાનું ધ્યાન બીજે દોરવા પાકિસ્તાન જમ્મુ અને કાશ્મીરનું ગાણું ગાયા કરે છે.

જમ્મુ અને કાશ્મીર અંગે સલામતી સમિતિમાં પાકિસ્તાને કરેલા ઉહાપોહનો જવાબ આપતાં સંયુક્ત રાષ્ટ્રો સ્થિત ભારતીય કાયમી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું કે દર વર્ષે આપણે દુર્ભાગ્યે જમ્મુ અને કાશ્મીર અંગેનું પાકિસ્તાનનું ગાણું સાંભળીએ છીએ. ભારત વિરોધી સૂરો સાંભળતા આવ્યા છીએ પરંતુ તે શું કરે છે, મહિલાઓ સંબંધી આ સમિતિમાં ચર્ચા થાય છે ત્યારે મારે તે પ્રત્યે ધ્યાન દોરવું જ રહ્યું કે પાકિસ્તાનનાં સૈન્યે તો જમ્મુ અને કાશ્મીરમાં ૪ લાખથી વધુ મહિલાઓ ઉપર અમાનુષ અત્યાચારો અને બળાત્કારો ગુજાર્યા હતા.

પાકિસ્તાનમાં કાયમી પ્રતિનિધિ સૈમા અલીમે જ્યારે જમ્મુ અને કાશ્મીરમાં મહિલાઓની સ્થિતિ અંગેનો મુદ્દો રજૂ કર્યો ત્યારે તેના જવાબમાં ભારતના કાયમી પ્રતિનિધિએ કરેલા આ પ્રહારો પછી તેઓ મુક બની ગયા હતા. મોઢાં ઉપર ભોંઠપ દેખાતી હતી.