માલદીવને 50 મિલિયન અમેરિકી ડોલર્સની ભારતે સહાય કરી : તેના મંત્રીએ કહ્યું : 'આ ગાઢ મૈત્રીનું પ્રતીક છે'
- હિન્દ મહાસાગર સ્થિત માલદીવનું મહત્વ ઘણું છે
- માલદીવ સરકારે કરેલી માંગણીને લીધે ભારતે 50 મિલિયન અમેરિકી ડોલર્સમાં 'ટ્રેઝરી-બિલ્સ'ની એક વર્ષ સુધી મુદત વધારી બજેટીય સહાય આપી
માલે : ભારતે ૫૦ મિલિયન અમેરિકી ડોલર્સની કરેલી સહાય માટે માલદીવના વિદેશ મંત્રી ડો. અબ્દુલ્લા ખલીલે ભારત સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકરનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, બંને દેશોની ગાઢ મૈત્રી અમારા અર્થતંત્રને મજબૂત કરી શકી છે.
તેઓએ સોશ્યલ મીડીયા 'ટ' પ્લેટફોર્મ ઉપર લખ્યું : ''હું વિદેશ મંત્રી એસ. જયશંકર અને ભારત પ્રત્યે મારો હાર્દિક આભાર વ્યક્ત કરૃં છું.'' તેમણે માલદીવને ૫૦ મિલિયન અમેરિકી ટ્રેઝરી બિલ્સને રોલ-ઓવર કરી ઘણી જ આર્થિક સહાય કરી છે. તેઓએ આ સાથે કહ્યું કે તે સહાય બંને દેશો વચ્ચેની મૈત્રીનું ગાઢ પ્રતીક છે તે સહાય અમારી સરકારને આર્થિક સુધારા લાગુ કરવાના પ્રયાસોમાં મદદરૂપ થશે.
માલે સ્થિત ભારતીય હાઈ-કમિશનરે કહ્યું હતું કે, વાસ્તવમાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ માલદીવ સરકારે તે માટે માગણી કરી હતી અને કહ્યું હતું કે એક વર્ષ પછી અમારે આટલી જરૂર પડશે. ભારતે તે સ્વીકારી આ વર્ષે તેમાં ૫૦ મિલિયન ડોલર્સની ટ્રેજરી બિલ્સ એક વર્ષ માટે વધારી બજેટીય સહાયતા આપી.
ઉલ્લેખનીય છે કે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ, સુ.શ્રી દ્રૌપદી મુર્મુના આમંત્રણથી ભારતની પાંચ દિવસની યાત્રાએ આવ્યા હતા. ૨૦૨૩માં પ્રમુખપદ સંભાળ્યા પછીની તેઓની તે પહેલી વિદેશ યાત્રા હતી.
સુનામી સમયે ભારતે તેને અન્ન, શાકભાજી અને લાખ્ખો બોટલ પાણીની પણ સહાય કરી હતી. ભારતે દ્વિપક્ષીય મુદ્રા 'સ્વેપ' સમજૂતી દ્વારા ૩૦ અબજ રૂપિયાથી ૪૦૦ મિલિયન ડોલર સુધીની વધારાની સહાય કરી હતી.
પહેલા મુઈજ્જુ ચીન તરફે ઢળ્યા હતા પરંતુ ભારતની યાત્રા અને તેમાંએ તાજમહાલ જોઈ તેઓ ભારત તરફ તદ્દન ઢળી રહ્યા છે.