Get The App

BIG NEWS: કરાંચી અને લાહોરનું એરસ્પેસ 31 મે સુધી આંશિક રીતે બંધ, પાકિસ્તાનનો મોટો નિર્ણય

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News
BIG NEWS: કરાંચી અને લાહોરનું એરસ્પેસ 31 મે સુધી આંશિક રીતે બંધ, પાકિસ્તાનનો મોટો નિર્ણય 1 - image


India-Pakistan Tension : પહલગામમાં આતંકી હુમલા બાદ ભારતે એક પછી એક નિર્ણય લેતાં પાકિસ્તાન ભયભીત થઈ ગયું છે. પાકિસ્તાને આજે એક મોટો નિર્ણય લઈ ફરી પોતાનો ડર સાબિત કરી દીધો છે. ડરના માર્યા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફની સરકારે તેના ખાસ કહેવાતા શહેરો કરાંચી અને લાહોરનું એરસ્પેસ (Lahore And Karachi Airspace) એક મહિના માટે બંધ કરી દીધું છે. આ બંને શહેરો પરથી કોઈ ફાઇટર જેટ પસાર થયા તો તેને તોડી પાડવા માટે આ નિર્ણય લેવાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

પાકિસ્તાન માટે લાહોર-કરાંચી ખૂબ મહત્ત્વનું

પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, ‘ભારતીય સેના ફાઇટર જેટ દ્વારા શહેરો પર હુમલો કરશે, જેના કારણે પાકિસ્તાની સેનાએ શહેરો બચાવવા માટે તમામ પ્રયાસો શરુ કરી દીધા છે. જો ભારત લાહોર અથવા કરાંચીમાં હુમલો કરશે, તો બંને દેશો વચ્ચે ગંભીર સ્થિતિ ઊભી થશે. એટલું જ નહીં આ બંને શહેરોમાં ભારે ખુવારી સર્જાશે. આમ થવાથી ત્યાં લાખો લોકોના મોત થશે અને લાખોએ ઘર છોડવા મજબૂત થવું પડશે.

આ પણ વાંચો : ગુજરાતના તટ નજીક નૌસેનાનું 'ગ્રીન નોટિફિકેશન', યુદ્ધ જહાજો પણ ઍલર્ટ પર: રિપોર્ટ

પાકિસ્તાનની GDPમાં લાહોરનું સૌથી વધુ યોગદાન

લાહોર ભારત-પાકિસ્તાન સરહદથી ખૂબ નજીક આવેલું છે. તે અમૃતસરથી માત્ર 30 કિલોમીટર દૂર છે, તેથી પાકિસ્તાનને લાગી રહ્યું છે કે, ભારત સૌથી પહેલા અહીં હુમલો કરી શકે છે. લાહોર પાકિસ્તાનનું બીજા નંબરનું સૌથી મોટું શહેર છે અને તે પંજાબ પ્રાંતની રાજધાની પણ છે. દેશની જીડીપીમાં લાહોરનું સૌથી વધુ યોગદાન છે, તેથી શાહબાજ સરકાર માટે લાહોર ખૂબ જ મહત્ત્વનું છે. જો અહીં હુમલો થશે તો પાકિસ્તાનને મોટો ફટકો પડી શકે છે. અહીં પાકિસ્તાની સેનાની સૌથી મોટી છાવણી અને કેમ્પ પણ છે.

કરાંચી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાનું એન્જિન

પાકિસ્તાનનું બીજું સૌથી મોટું શહેર કરાંચી દેશની અર્થવ્યવસ્થાનું એન્જિન કહેવાય છે. દેશની જીડીપીમાં કરાંચીનું યોગદાન લગભગ 20 ટકા છે. એટલું જ નહીં કરાંચી દેશના સૌથી બે મોટા બંદરો ‘પોર્ટ કરાંચી’ અને ‘પોર્ટ ક્યુસીમ’ આવેલા છે. દેશના મોટાભાગના સામાનની આયાત-નિકાલ આ બંને પોર્ટ પરથી થાય છે. જો આ પોર્ટ પર હુમલો થશે તો પાકિસ્તાનની આર્થિક કમર તૂટી જશે. આ ઉપરાંત કરાંચીમાં સ્ટોક માર્કેટ, બૅંકના હેડક્વાર્ટર, ઇન્ડસ્ટ્રી ઘણું બધું આવેલું છે.

આ પણ વાંચો : અમેરિકામાં ખતરનાક બીમારી ફેલાઈ, ટેક્સાસમાં 700થી વધુ લોકો ઝપેટમાં, 7 રાજ્યોમાં પણ ફેલાવાનું શરૂ

Tags :