અમેરિકા સ્થિત વિદેશી બિલિયનર્સની સંખ્યામાં ભારતે ચીન, ઇઝરાયલને પાછળ રાખ્યા : જય ચૌધરી શ્રીમંત એશિયન
- સાયબર સિક્યોરિટી મુઘલ અને સી.ઇ.ઓ. 'ઝેસ્કેલર' જય ચૌધરી 17.9 બિલિયન ડૉલર્સની મિલ્કત સાથે વિદેશી શ્રીમંતોની યાદીમાં સર્વ પ્રથમ
વૉશિંગ્ટન : અમેરિકામાં જઈ વસેલા વિદેશીઓ પૈકી કેટલાયે બિલિયોનર્સ બની ગયા છે. ફોર્બ્સની ૨૦૨૫ની યાદીમાં તેઓના નામ દર્શાવાયા છે જે પ્રમાણે સાઇબર સિક્યોરિટી મુઘલ અને સીઇઓ 'ઝેસ્કેલર' જય ચૌધરી ૧૭.૯ બિલિયન ડૉલર્સની મિલકત સાથે સૌથી શ્રીમંત વિદેશી મૂળનો અમેરિકન નાગરિક બની રહ્યો છે.
ફોર્બસ જણાવે છે કે, તેની વર્તમાન યાદીમાં વિદેશી મૂળના ૧૨૫ અમેરિકન નાગરિકો છે. ૨૦૨૨માં આ સંખ્યા ૯૨ની હતી તેઓ અમેરિકામાં આવી વસેલા ૪૩ દેશોના મૂળ નાગરિકો હતા.
અત્યારની પરિસ્થિતિ અંગે વિશ્લેષણ આપતા ફોર્બ્સની યાદી જણાવે છે કે, ૨૦૨૨માં ભારતવંશીય તેવા સાત જ બિલિયોનર્સ હતા. તે સંખ્યા ઇઝરાયલ, કેનેડા કરતા ઓછી હતી, ચાઇનાની સંખ્યા બરાબર હતી. ૨૦૨૫માં ભારતવંશીય બિલિયોનર્સની સંખ્યા ૧૨ થઈ છે. ઇઝરાયલ ૧૧ અને તાઇવાનીઝ પણ ૧૧ તેમાં સમાવિષ્ટ છે. ચીની બિલિયોનર્સની સંખ્યા ૨૦૨૨માં ૭ હતી જે ૨૦૨૫માં વધીને ૮ જ થઈ છે..
આ રીતે ૨૦૨૫માં અમેરિકા સ્થિત ભારતવંશી બિલિયોનર્સની સંખ્યા અમેરિકામાં સૌથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકા જઈ સ્થાયી થનારા ભારતીયોએ તો વર્ષોથી અમેરિકામાં બહુવિધ ક્ષેત્રે ઘણાં મહત્ત્વના પ્રદાનો કર્યા છે.
ગઈ સદીમાં અમેરિકા જઈ સ્થાયી થનારા ભારતના મહાન વિજ્ઞાાની સત્યેન્દ્રનાથ બોઝે આલ્બર્ટ આઇન્સ્ટાઇનની સાથે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં પરમાણુ વિજ્ઞાાનમાં અસામાન્ય પ્રદાન આપ્યું હતું. તેઓએ પરમાણુંના કેન્દ્ર (ન્યુક્લિયર)માં રહેલા પ્રોટોનમાં પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ કણો 'પોઝિટ્રોન્સ' હોવાની શોધ કરી વિશ્વને આશ્ચર્યચક્તિ કરી દીધું હતું.
ભારતીયોએ અમેરિકાના વ્યાપાર ઉદ્યોગ ક્ષેત્ર અને આ યુગમાં આઇ.ટી. ક્ષેત્રે મહત્ત્વના પ્રદાનો કર્યા છે તે સર્વવિદિત છે.