‘ભારતે પાકિસ્તાન એરબેઝ પર 11 મિસાઇલો ઝીંકી હતી’, પાકિસ્તાની મંત્રીએ કર્યો સ્વીકાર
India-Pakistan Controversy : આજથી બે મહિના પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં અનેક સૈન્ય ઠેકાણા અને આતંકવાદી ઠેકાણાઓને ખાતમો કરી નાખ્યો હતો. ત્યારે હવે પાકિસ્તાનના મંત્રી મોહસિન નક્વીએ પાક ઍરબેઝ પર હુમલા અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. નક્વીએ કહ્યું કે, ‘મે મહિનામાં ભારતે પાકિસ્તાનના ઍરબેઝ પર 11 મિસાઇલો ઝીંકી, ત્યારે ત્યાં એરક્રાફ્ટ અને વાયુસેનાના જવાનો પણ હાજર હતા.
નક્વીએ પાકિસ્તાનના ગુણગાન ગાઈ ડંફાસો મારી
પાકિસ્તાની સમાચાર ચેનલ સમા ટીવીના રિપોર્ટ મુજબ, મોહસિન નક્વીએ ત્રણ જુલાઈના રોજ મોહરમ માટે ઇસ્લામિક ધર્મગુરુઓ સાથે એક બેઠક યોજી હતી, જેમાં તેમણે આ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘ભારત પાકિસ્તાનના ઍરબેઝ પર 11 મિસાઇલો ઝીંકી હતી. જોકે તેમાં ઍરબેઝને કોઈ નુકસાન થયું નથી.’ પાકિસ્તાન ઓપરેશન સિંદૂર અંગે સતત ખોટું બોલી રહ્યું છે અને પોતાની બહાદુરીના ખોટા કિસ્સાઓ સંભળાવી રહ્યું છે. ઇસ્લામિક ધર્મગુરુ સામે પણ નક્વી આવી જ વાતો કરતા નજર આવ્યા છે.
આ પણ વાંચો : રશિયન નેવીના ડેપ્યુટી હેડ મિખાઇલ ગુડકોવનું મોત, યુક્રેનના હુમલામાં ગુમાવ્યો જીવ
નક્વીએ મુનીરની પ્રશંસા કરી, ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
મોહસિન નક્વીએ ડંફાસો મારતાં કહ્યું કે, ‘પાકિસ્તાન સૈન્ચ પ્રમુખ આસિમ મુનીરના નેતૃત્વ હેઠળ પાકિસ્તાની સેના બહાદુરી સાથે લડ્યું. જ્યારે ભારત સાથે યુદ્ધ થયું ત્યારે અલ્લાહતાલાએ અમને મદદ કરી, તે વખતે સેનાના પ્રમુખ સોલિડ ઊભા હતા, તેઓ કોઈપણ મુશ્કેલીમાં ન હતા. તેઓ સંપૂર્ણ તૈયારી સાથે હતા કે, ભારત આપણા પર હુમલો કરશે તો પાકિસ્તાન તેાથી ચાર ઘણો જવાબ આપશે. પાકિસ્તાન ભારતીય નાગરિકોને નુકસાન કે પછી તણાવ વધારવા માંગતું ન હતું.’