World

'ભારત અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા...', અમેરિકાના ટેરિફ વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડના અધિકારીનું નિવેદન

By GS TEAM
15 Oct 20252 mins read
TukuTouch Logo
સ્વિસ સરકારના સ્ટેટ સેક્રેટરી એટ ફોર ઇકોનોમિક અફેર્સ (SECO) ખાતે પ્રમોશનલ એક્ટિવિટીઝના ડિરેક્ટોરેટના વડા માર્ટિન સલાદીને બુધવારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ હવે ભારતને એક વ્યૂહાત્મક આર્થિક ભાગીદાર તરીકે જુએ છે, ખાસ કરીને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ પછી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ભારત અમારા માટે સૌથી મોટી પ્રાથમિકતા...', અમેરિકાના ટેરિફ વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડના અધિકારીનું નિવેદન

Swiss govt official amid US Trade Tariffs: સ્વિસ સરકારના સ્ટેટ સેક્રેટરી એટ ફોર ઇકોનોમિક અફેર્સ (SECO) ખાતે પ્રમોશનલ એક્ટિવિટીઝના ડિરેક્ટોરેટના વડા માર્ટિન સલાદીને બુધવારે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લૅન્ડ હવે ભારતને એક વ્યૂહાત્મક આર્થિક ભાગીદાર તરીકે જુએ છે, ખાસ કરીને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ભારે ટેરિફ પછી.

અમેરિકા ટેરિફ અંગે ચિંતા વ્યક્ત કરી

અમેરિકા ટેરિફ અંગે સલાદીને કહ્યું, 'આ એક ચિંતાનો વિષય છે. સ્વિટ્ઝર્લૅન્ડ પર હાલમાં 39 ટકા સુધીના ખૂબ ઊંચા ટેરિફ લગાવાયા છે. આ ચોક્કસપણે એક મોટો પડકાર છે. પરંતુ તે એક તક પણ છે. કારણ કે આપણે જે કરી રહ્યા છીએ, અથવા વર્ષોથી કરી રહ્યા છીએ, તે છે-બજારોમાં વિવિધતા લાવવી. આ વ્યૂહરચનામાં ભારત અમારા માટે ખૂબ મોટી પ્રાથમિકતા છે.'

અમેરિકાએ સ્વિટ્ઝર્લૅન્ડ પર 39% ટેરિફ લાદ્યો

નોંધનીય છે કે સ્વિટ્ઝર્લૅન્ડ એ દેશોમાંનો એક છે જેના પર અમેરિકા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે સૌથી વધુ ટેરિફ લાદ્યો છે. ઓગસ્ટમાં 39 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. આ નિર્ણય તે સમયે લેવાયો છે, જ્યારે સ્વિટ્ઝર્લૅન્ડના રાષ્ટ્રપ્રમુખ કેરિન કેલર-સુટરના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પ સાથે મુલાકાત દરમિયાન કોઈ વેપાર કરાર પર પહોંચવામાં નિષ્ફળ રહ્યા.

રેલ્વે, રોપવે અને ટનલ ટેકનોલોજીમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી

સલાદીને કહ્યું કે, 'સ્વિટ્ઝર્લૅન્ડ ભારત સાથે રેલ્વે, રોપવે અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં કામ કરવા માગે છે. અમે તાજેતરમાં ભારત અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન (EFTA) વચ્ચે FTA લાગુ કર્યો છે. સ્વિટ્ઝર્લૅન્ડ EFTAનું સભ્ય છે અને આ કરારમાં ખૂબ જ રસ ધરાવે છે. આ કરાર ચોક્કસ રોકાણ ઉદ્દેશ્યો નક્કી કરે છે, અને અમને આશા છે કે ભારત તેમાં સહયોગ કરશે. ભારત અપેક્ષા રાખે છે કે અમે રોકાણને પ્રોત્સાહન આપીશું. એટલા માટે આ 2-3 દિવસની મુલાકાત અમારા એજન્ડાનો એક ભાગ છે.'