ઈઝરાયલ-ભારત સંબંધો અંગે કેન્દ્રીય-મંત્રીનો-અભિગમ
ઈઝરાયેલના વિત્ત અને ઉદ્યોગમંત્રી, નિર બર્કતનાં આમંત્રથી ઈઝરાયલ ગયેલાં ભારતના વાણિજ્ય મંત્રીએ ખુલ્લાં મને જાહેર કર્યું
ઈઝરાયલના વિત્ત અને ઉદ્યોગમંત્રી નિર બર્કતમાં આમંત્રથી, અહીં આવેલા પીયુષ-ગોયેલે તેઓની ૨૦-૨૧-૨૨ના ત્રણ દિવસની ઈઝરાયલની મુલાકાતના અંતે, ગઈકાલે ભારત પરત આવતાં પૂર્વે યોજેલી પત્રકાર પરિષદમાં ભારત-ઈઝરાયલ સંબંધો અંગે પોતાનો (ભારત વતી) અભિગમ દર્શાવ્યો હતો.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, માત્ર ઈઝરાયલ જ નહીં દુનિયાના મોટાભાગના દેશો ભારત વિષે આમ માને છે. અને વિવિધ ક્ષેત્રોમાં ભારત સાથે સહકાર અને સંગઠન સાધી રહ્યા છે.
પીયુષ ગોયેલે, વધુમાં કહ્યું હતું કે, સતત વિકાસના આધારે દુનિયાના ઘણા દેશો સાથે ભારતના સંબંધો સુધરી રહ્યા છે અને વિકસી પણ રહ્યા છે. તેનું કારણ આર્થિક, રાજકીય અને વ્યુહાત્મક દ્રષ્ટિએ ભારત તે દેશો પ્રત્યે હાથ લંબાવતું રહ્યું (સહાયભૂત થતું રહ્યું) છે, તે છે.
ઈઝરાયેલ સાથેના કરારો અંગે તેઓએ કહ્યું હતું કે ઘણા ફ્રી-ટ્રેડ-એગ્રીમેન્ટ્સ થયા છે. દુનિયા ભારતની આર્થિક શક્તિ જાણે છે, અને તે હંમેશા સાથી દેશોને સહકાર આપી તેમની પણ, આર્થિક શક્તિ વધારવા સહાય કરે છે. તેથી ભારત સાથે સંબંધો વધારવા સહુ આતુર છે.


