Get The App

ગાઝાનાં 'બોર્ડ ઓફ પીસ' ભારતને આમંત્રણ અપાયું ભારતે ઈજીપ્ત દ્વારા ગાઝામાં માનવીય સહાય મોકલી હતી

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
ગાઝાનાં 'બોર્ડ ઓફ પીસ' ભારતને આમંત્રણ અપાયું ભારતે ઈજીપ્ત દ્વારા ગાઝામાં માનવીય સહાય મોકલી હતી 1 - image

- આ શાંતિ સમિતિ ટ્રમ્પના જમાઈ જારેદ કુશનેર અને અમેરિકાના વિષ્ટિકાર સ્ટીલ વિટકોફ સહિત ૧૧ દેશોના પ્રતિનિધિઓ પણ સભ્યપદે રહેવાના છે

નવી દિલ્હી : ગાઝાપટ્ટીની પુર્નરચના માટે પ્રમુખ ટ્રમ્પે રચવા ધારેલી સમિતિમાં ભારતને આમંત્રણ અપાયું છે.

આ માહિતી આપતા ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જીયો ગોરે રવિવારે સાંજે પત્રકારોને કહ્યું હતું કે ભારતને ઈઝરાયલ તેમજ પેલેસ્ટાઇન સાથે ઐતિહાસિક સંબંધો છે. તેણે ઈજીપ્ત દ્વારા ગાઝાપટ્ટીમાં યુદ્ધ શરૂ થયું ત્યારથી જ માનવીય સહાય મોકલી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તો પહેલેથી જ ઈઝરાયલ પેલેસ્ટાઇન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ અને બંધકોની મુક્તિને આવકાર્યા છે. ગત વર્ષે તેઓએ નેતન્યાહૂ સાથે આ અંગે ટેલીફોન દ્વારા લંબાણથી વાતચીત પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રમુખ ટ્રમ્પે તે 'બોર્ડ ઓફ પીસ'માં પાકિસ્તાનને પણ આમંત્રણ આપ્યું છે.

વધુમાં જાણવા મળ્યું છે કે, આ બોર્ડ ઓફ પીસ ૧૫મી જાન્યુઆરી વચ્ચે રચવામાં આવ્યું છે. તેમાં અમેરિકા તરફથી ટ્રમ્પના જમાઈ જારેદ કુશનેર તથા આ વિવાદમાં અમેરિકાના વિષ્ટિકાર સ્ટીલ વીટકોફ તથા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો પણ સભ્યપદે છે. ઉપરાંત પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બેર ઉપસ્થિત રહેશે.

આ બોર્ડની સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિએ પણ મંજૂરી આપી હોવાથી હવે તે બોર્ડ (સમિતિ) વિધિવત્ બની રહી છે. તેમાં પાકિસ્તાન સહિત કુલ દેશોના પ્રતિનિધિઓ પણ રહેશે. તેમાં કેનેડા, ઓસ્ટ્રેલિયા, ફ્રાંસ, જર્મની, ઈન્ડોનેશિયા, ઈટાલી અને મોરોક્કો પણ સભ્યપદે રહેશે. જોકે તે બધા દેશોએ ટ્રમ્પના આમંત્રણને સ્વીકાર્યું પણ નથી, તેમજ ઈઝરાયલ તથા પેલેસ્ટાઇનીઓ વિશેષત: હમાસે પણ તે સમિતિને અસ્વીકાર્ય ગણી છે. વાસ્તવમાં સમિતિનું કાર્ય ટ્રમ્પ સમજે છે તે કરતાં ઘણું મુશ્કેલ છે તેમ નિરીક્ષકો જણાવે છે.