ભારતે વધુ 4 યુરોપિયન દેશો સાથે ફ્રી ટ્રેડ કરાર પર હસ્તાક્ષર કર્યા, હવે સસ્તી થશે આ વસ્તુઓ
India Europe Free Trade Agreement: યુકે બાદ ભારતે હવે વધુ 4 યુરોપિયન દેશો સાથે ફ્રી ટ્રેડ કરાર (FTA) પર હસ્તાક્ષર કર્યા છે. આ બધા દેશો સાથે હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સપ્ટેમ્બરથી અમલમાં આવશે
રિપોર્ટ પ્રમાણે આ કરાર પછી સ્વિટ્ઝર્લૅન્ડથી લગભગ 94 ટકા માલ પર કોઈ આયાત શુલ્ક રહેશે નહીં અને જો બાકીના 4 દેશોનો સમાવેશ કરવામાં આવે તો ભારતમાં 85 ટકાથી વધુ માલ કોઈ ઇમ્પોર્ટ ડ્યૂટી નહીં લાગે. એટલે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો, તેનો અર્થ એ થયો કે હવે તમને સ્વિસ ઘડિયાળો અને ચોકલેટ જેવી વસ્તુઓ સસ્તા ભાવે મળશે. હાલમાં ભારત સ્વિસ ચોકલેટ પર 30 ટકા ડ્યુટી લાદે છે. જો આ કરાર થાય છે, તો આ ચાર્જ હટી જશે.
આ પણ વાંચો: કેનેડા લાગુ કરવા જઈ રહ્યું છે નવો નાગરિકતા કાયદો, જાણો ભારતીયોને શું અસર થશે
સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, આઇસલૅન્ડ અને લિક્ટેનસ્ટેઇનનો સમાવેશ
યુરોપના જે 4 દેશો સાથે આ કરાર પર એગ્રીમેન્ટ કરવામાં આવ્યા છે, તેમાં સ્વિટ્ઝર્લૅન્ડ, નોર્વે, આઇસલૅન્ડ અને લિક્ટેનસ્ટેઇનનો સમાવેશ થાય છે. આ કરાર કરવાથી ઉચ્ચ કક્ષાની ટૅક્નોલૉજી ધરાવતાં ક્ષેત્રોને સૌથી વધુ ફાયદો થશે, જેમાં મોટા રોકાણો આવી શકે છે. તે મોટી વાત છે કે દેશમાં ટૅક્નોલૉજી મોટા પ્રમાણમાં ટ્રાન્સફર કરવામાં આવશે.
કરાર દ્વારા IT ક્ષેત્રમાં પણ મોટા રોકાણની સંભાવના
વિદેશી ફાર્મા કંપનીઓ ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી શકે છે. આ કરાર દ્વારા IT ક્ષેત્રમાં પણ મોટા રોકાણની સંભાવના છે. ફ્રી ટ્રેડ કરારની સૌથી મોટી વાત એ છે કે, આગામી 15 વર્ષમાં આ 4 દેશોની કંપનીઓ દેશમાં $100 બિલિયનનું રોકાણ કરી શકે છે.
આ કરારમાં એક શરત પણ છે કે, જો આ FDI નહીં આવે, તો ડ્યુટીમાં મળનારી છૂટ રદ કરવામાં આવશે. ભારતથી આ દેશોમાં જતાં 90 ટકા માલ પર આ દેશોમાં કોઈ ડ્યુટી વસૂલવામાં આવશે નહીં. ખાસ વાત એ છે કે, આ કરારમાં એગ્રીકલ્ચર પ્રોડક્ટસનો સમાવેશ કરવામાં આવ્યો નથી. તેનો ઉદ્દેશ્ય એ છે કે, ખેડૂતોના હિત સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.