Get The App

ભારત 100 ટકા ટેરિફ લગાવે છે, હવે જેવા સાથે તેવાનો સમય: વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન

Updated: Apr 1st, 2025

GS TEAM

Google News
Google News
ભારત 100 ટકા ટેરિફ લગાવે છે, હવે જેવા સાથે તેવાનો સમય: વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન 1 - image


Reciprocal Tariff: અમેરિકા વિશ્વભરના દેશો પર બીજી એપ્રિલથી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવા સજ્જ છે. વ્હાઈટ હાઉસે જેવા સાથે તેવા થવાનો સમય આવી ગયો હોવાનું નિવેદન આપતાં ભારત સહિત તમામ દેશો ચિંતિંત બન્યા છે.

વ્હાઈટ હાઉસે નિવેદન આપ્યું કે, ભારત અમેરિકાની કૃષિ પ્રોડક્ટ્સ પર 100 ટકા ટેરિફ વસૂલે છે. સાથે અન્ય દેશ પણ ભારે ડ્યૂટી વસૂલી રહ્યા છે. જેના લીધે અમેરિકન પ્રોડક્ટ્સનું માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. હવે જેવા સાથે તેવા થવાનો અમારો વારો આવ્યો છે. યુરોપિયન યુનિયન અમેરિકાની ડેરી પ્રોડક્ટ્સ 50 ટકા, જાપાન અમેરિકાના ચોખા પર 700 ટકા, ભારત કૃષિ પ્રોડક્ટ્સ પર 100 ટકા, કેનેડા અમેરિકન માખણ અને પનીર પર 300 ટકા ટેરિફ વસૂલે છે.

આ પણ વાંચોઃ રેસિપ્રોકલ ટેરિફની ભીતિ વચ્ચે શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 999 પોઈન્ટ ગગડ્યો, 151 શેર વર્ષના તળિયે

વ્હાઈટ હાઉસે ચાર્ટ રજૂ કર્યો

વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ લેવિટે ચાર્ટ રજૂ કર્યો હતો. જેમાં ભારત, જાપાન અને અન્ય દેશોના નામ સામેલ હતાં. જેમાં ત્રણ રંગનો સર્કલમાં ભારતનું નામ સામેલ હતું. ચાર્ટ રજૂ કરતાં લેવિટે કહ્યું કે, વધુ પડતાં ટેરિફના કારણે અમેરિકાની પ્રોડક્ટ્સની આયાત લગભગ અસંભવ બની જાય છે. છેલ્લા ઘણા દાયકાથી અમેરિકાના વેપારીઓ ખોટનો સામનો કરી રહ્યા છે. હવે જેવા સાથે તેવા થવાનો સમય આવી ગયો છે. પ્રમુખ ટ્રમ્પ ઐતિહાસિક બદલાવ લાવી રહ્યા છે.તેઓ અમેરિકાના નાગરિકો માટે યોગ્ય નિર્ણય લઈ રહ્યા છે.

ટેરિફ મુદ્દે હજી સુધી અનિશ્ચિતતા

ગત મહિને ટ્રમ્પે જણાવ્યું હતું કે, વર્તમાન ટેરિફ અસ્થાયી છે. અને ઓછો છે. પરંતુ બે એપ્રિલથી ‘જેવા સાથે તેવા’ની નીતિ હેઠળ ટેરિફ લાદવામાં આવશે અને તે આપણા દેશ માટે મોટો બદલાવ લાવશે. ત્યારબાદ હાલમાં લેવિટે મીડિયા સમક્ષ ટેરિફનો મુદ્દો મૂકી આ નિવેદનનો પુનઃરોચ્ચાર કર્યો હતો. જો કે, લેવિટે ટેરિફ ક્યારે લાગુ થશે અને કેવી રીતે લાગુ થશે તે અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી.

ભારત 100 ટકા ટેરિફ લગાવે છે, હવે જેવા સાથે તેવાનો સમય: વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન 2 - image

Tags :