Get The App

વારંવાર IMFથી લોન લઈ આતંકવાદમાં ડૂબેલા દેશે ભારે કિંમત ચૂકવવી પડશે: UNમાં ભારતનું નિવેદન

Updated: Jul 23rd, 2025

GS TEAM

Google News
Google News
India at UN


India Slams Pakistan at UNSC: સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પાર્વથાનેની હરિશે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું, કે પાકિસ્તાન કટ્ટરતા અને આતંકવાદમાં ડૂબેલો દેશ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની એક ચર્ચા દરમિયાન ભારતે આ નિવેદન આપ્યું. આ ચર્ચાનો વિષય હતો- 'વિવિધતા અને શાંતિપૂર્ણ રીતે વિવાદોનું સમાધાન'.  

આતંકવાદમાં ડૂબેલો દેશ છે પાકિસ્તાન 

હરિશે ભારત અને પાકિસ્તાનની સરખામણી કરતાં કહ્યું, કે 'એક તરફ ભારત છે, એક પરિપક્વ લોકશાહી, વિકસ્તી અર્થવ્યવસ્થા. બીજી તરફ પાકિસ્તાન છે, જે કટ્ટરતા અને આતંકવાદના ડૂબેલો દેશ છે અને વારંવાર IMFથી દેવું લેતો રહે છે. જ્યાં સુધી આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં નહીં આવે ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની વાતો માત્ર બેઈમાની. 


ભારે કિંમત ચૂકવવી પડશે 

ભારતે પાકિસ્તાન પર પ્રહાર કરતાં કહ્યું, કે 'કેટલું શરમજનક કહેવાય કે સુરક્ષા પરિષદનો એક દેશ બીજાને શિખામણ આપે છે પણ પોતે જે તે ભૂલોમાં લિપ્ત છે. આતંકવાદને પ્રોત્સાહન આપનારા દેશોએ ભારે કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાન તરફથી ભારત પર દાયકાઓથી આતંકવાદી હુમલા થઈ રહ્યા છે.'

Tags :