World

'ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ...', યુદ્ધની આશંકા વચ્ચે ભારતીયોને સરકારની અપીલ

By GS TEAM
23 Feb 20262 mins read
TukuTouch Logo
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને નાગરિકોને દેશ(ઈરાન) છોડવાની અપીલ કરી છે. જેમાં નિર્દેશ અપાયા છે કે લોકો કોઈપણ રીતે જલ્દીથી જલ્દી ઈરાનથી બહાર નીકળી જાય. દૂતાવાસે આ મામલે કેટલાક અન્ય નિર્દેશ પણ આપ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગમે તે રીતે ઈરાનથી નીકળી જાઓ...', યુદ્ધની આશંકા વચ્ચે ભારતીયોને સરકારની અપીલ

AI image



US Iran Tensions : અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધતાં ભારતે પોતાના નાગરિકો માટે એડવાઇઝરી જાહેર કરી છે. ઈરાનમાં આવેલા ભારતીય દૂતાવાસે એક નિવેદન જાહેર કરીને નાગરિકોને દેશ(ઈરાન) છોડવાની અપીલ કરી છે. જેમાં નિર્દેશ અપાયા છે કે લોકો કોઈપણ રીતે જલ્દીથી જલ્દી ઈરાનથી બહાર નીકળી જાય. દૂતાવાસે આ મામલે કેટલાક અન્ય નિર્દેશ પણ આપ્યા છે.

ભારત સરકારે જાન્યુઆરીમાં જાહેર કરેલી પોતાની એડવાઇઝરીને ફરી જાહેર કરી છે, જેમાં લોકોને સાવધાની રાખવાની અપીલ કરાઈ હતી. એડવાઇઝરીમાં લખ્યું હતું કે, 'તમામ ભારતીય નાગરિક અને PIOને સંપૂર્ણ સાવધાની રાખવી જોઈએ, વિરોધ કે પ્રદર્શનવાળી જગ્યાઓથી બચવું જોઈએ, ઈરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવું જોઈએ અને કોઈપણ ડેવલપમેન્ટ માટે લોકલ મીડિયા પર નજર રાખવી જોઈએ.'



હેલ્પલાઇન નંબર પણ જાહેર

દૂતાવાસે નાગરિકોને દેશ છોડવાની સલાહ આપતા, તેમને પોતાના ઇમિગ્રેશન અને ટ્રાવેલ ડૉક્યુમેન્ટ્સ પોતાની પાસે રાખવા અને કોઈપણ મદદ માટે ઇન્ડિયન એમ્બેસી સાથે સંપર્ક કરવા કહ્યું છે. ભારતીય દૂતાવાસે આ અંગે ભારતીય નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. ફસાયેલા નાગરિકો આ મોબાઇલ નંબરો પર સંપર્ક કરીને મદદ માગી શકે છે: +989128109115; +989128109109, +989128109102, +989932179359.

અમેરિકા ગમે ત્યારે હુમલો કરે તેવી આશંકા

ગત મહિને ઈરાનમાં થયેલા હિંસક પ્રદર્શનો બાદથી જ અમેરિકા ખામેનેઈ શાસનને સૈન્ય હસ્તક્ષેપની ધમકી આપી રહ્યું છે. ગત મહિનાથી લઈને અત્યાર સુધી અમેરિકા મિડલ ઈસ્ટમાં મોટી સંખ્યામાં સૈન્ય તૈનાતી કરી રહ્યું છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગત અઠવાડિયે ફરી એકવાર નિવેદન આપ્યું છે કે તેઓ ઈરાન પર હુમલાનો વિચાર કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ બંને પક્ષો વચ્ચે પરમાણુ વાટાઘાટો પણ ચાલી રહી છે. જોકે, તેનાથી કોઈ ઉકેલ આવતો નજરે નથી પડી રહ્યો.