ભારત-આર્જેન્ટિના કૃષિ, સંરક્ષણ સુરક્ષા, ઊર્જા ક્ષેત્રે સહયોગ વધારશે : પીએમ મોદી
બ્યૂએનો એર્સ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આર્જેન્ટિનાના પ્રમુખ ઝેવિયર મિલેઈ સાથે વ્યાપક પાયા પર મંત્રણા કરી હતી. તેમની મંત્રણાનું ધ્યેય કૃષિ, સંરક્ષણ, સુરક્ષા અનેા ઊર્જા ક્ષેત્રમાં ભાગીદારી વધારવાનું છે.
મોદી શુક્રવારે આર્જેન્ટિનાની રાજધાની બ્યુએનોએર્સ ખાતે બે દિવસના પ્રવાસે આવ્યા હતા. તેમની મંત્રણામાં મોદી એ મિલેઈએ ભારત-આર્જેન્ટિના વચ્ચેની ભાગીદારીનો વ્યાપ ચાવીરુપ ક્ષેત્રોમાં વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. તેમા વેપાર, રોકાણ, ઉર્જા, કૃષિ અને દુર્લભ ખનીજનો સમાવેશ થાય છે. ભારત ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટે જરૂરી લિથિયમની મોટાપાયા પરની આયાત આર્જેન્ટિનામાંથી કરે છે.
બંને દેશ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો આર્જેન્ટિનાના પ્રમુખ મૌરિસિયોએ ફેબુ્રઆરી ૨૦૧૯માં ભારતની મુલાકાત સંબંધો લીધી ત્યારે બંધાયા હતા. તે સમયે બંને પક્ષે વેપાર, સંરક્ષણ, દુર્લભ ખનીજ, ઓઇલ-ગેસ પરમાણ ઉર્જા, કૃષિ, સાંસ્કૃતિક અને ટેકનોલોજી બાબતોના ચાવીરુપ ક્ષેત્રોમાં સહયોગ પર ભાર મૂક્યો હતો.
ભારત અને આર્જિન્ટિનાનાએ દુર્લભ ખનીજ ક્ષેત્રમાં ગાઢ સહયોગ સાધ્યો છે. તેમા મુખ્યત્વે લિથિયમની આયાત ભારત કરે છે. ભારતની ગ્રીન એનર્જીની ક્રાંતિમાં લિથિયમ મુખ્ય છે. તેના પગલે બંને દેશો વચ્ચેનો વેપાર ૨૦૨૨માં ૬ અબજ ડોલરે પહોંચી ગયો હતો. ૨૦૨૧ અને ૨૦૨૨માં ભારત આર્જેન્ટિનાનું ચોથા નંબરનું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હતું. ૨૦૨૪માં બંને દેશ વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર ૫.૨૩ અબજ ડોલર હતો.