Get The App

શું ભારત-પાક વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ જાત ? ટ્રમ્પે કહ્યું : બંને તે યુદ્ધની કગાર પર હતા

Updated: May 18th, 2025

GS TEAM


Google News
Google News
શું ભારત-પાક વચ્ચે પરમાણુ યુદ્ધ થઈ જાત ? ટ્રમ્પે કહ્યું : બંને તે યુદ્ધની કગાર પર હતા 1 - image


- 'મેં તે યુદ્ધ નિવાર્યું પરંતુ મને યશ મળતો નથી' ડોનાલ્ડ ટ્રમ્પ

- બંને દેશો એક-બીજા પ્રત્યે અસામાન્ય નફરત રાખે છે તેવામાં મેં પરમાણુ યુદ્ધ અટકાવ્યું તે મારી સૌથી મોટી સફળતા હતી : ટ્રમ્પ

વોશિંગ્ટન : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ વિરામ અંગે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ગજબનું નિવેદન કર્યું હતું. તેઓએ કહ્યું બંને દેશો વચ્ચે ગજબની નફરત પ્રવર્તે છે. તંગદિલી એટલી હદે વધી ગઈ હતી કે તે યુદ્ધનું પછીનું પગલું તો પરમાણુ યુદ્ધ જ બની શકત.

'ફોક્સ ન્યૂસ'ને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેઓએ કહ્યું આ મારી એટલી મોટી સફળતા હતી પરંતુ તેનું યોગ્ય શ્રેય મને કદી મળવાનું નથી.

વાસ્તવમાં તે બંને દેશો એટમિક પાવર્સ છે પરંતુ બંનેમાં જરા પણ સમાનતા નથી. તેઓ પરસ્પર પ્રત્યે આક્રોશિત હતા.

અમેરિકાના પ્રમુખે તેઓની પશ્ચિમ એશિયાની યાત્રા પહેલાં આપેલી આ મુલાકાતમાં તેઓને પૂછવામાં આવ્યું કે, 'શું આપે તેઓને ફોન કર્યા હતા ?' ત્યારે તેઓએ જવાબમાં કહ્યું કે હા, મેં ફોન કર્યા હતા તે પછી તેઓએ સામો પ્રશ્ન કર્યો કે, તમે તે જોયું હતું કે સંઘર્ષ કઈ દિશામાં આગળ વધી રહ્યો છે ? વાસ્તવમાં તે વધુને વધુ ઘેરો બની રહ્યો હતો. મારા કહેવાનો અર્થ તે છે કે મિસાઇલ્સનો ઉપયોગ વધી રહ્યો હતો. તેઓ 'એન' તરફ જશે તેમ લાગતું હતું. સંવાદદાતાએ 'એન' અક્ષરનો અર્થ પૂછવા સાથે આવું કહ્યું કે, 'એન' એટલે આપ ન્યુક્લિયર તેમ કહેવા માંગો છો ? ત્યારે પ્રમુખે સ્પષ્ટત: કહ્યું, 'હા ! સાથે કહ્યું પરમાણુ યુદ્ધથી વધુ ખરાબ કશું હોઈ શકે નહીં.'

ટેરિફ અંગે તેઓને પૂછવામાં આવ્યું કે, 'ભારત દુનિયામાં સૌથી વધુ ટેરિફ લગાડનારા દેશો પૈકીનો એક દેશ છે તે વ્યાપારને લગભગ અસંભવ બનાવી દે છે. પરંતુ તે અમેરિકા માટે ટેરિફમાં ૧૦૦ ટકા કામ મુકવા તૈયાર છે ?' વળી ભારતે તે અંગે કોઈ પ્રતિક્રિયા નથી કરી છતાં તમો માનો છો કે ભારત સાથે સમજૂતી થઈ જશે ? સોદા પણ થઈ જશે ? તો તેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'હા ! તે ટૂંક સમયમાં થઈ જશે, પરંતુ મને કોઈ ઉતાવળ નથી. જુઓ લગભગ તમામ દેશો આપણી સાથે વેપાર કરવા માંગે જ છે.'

તે સર્વવિદિત છે કે પાકિસ્તાને ૮-૯-૧૦ મેના દિવસોએ ભારત ઉપર હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ બનાવી દેવાયો હતો. છેલ્લે ૧૦મી મેના દિવસે સાંજે પ્રમુખ ટ્રમ્પે બંને દેશોના નેતાઓ સાથે લંબાણપૂર્વક વાત પણ કરી હતી. છેવટે યુદ્ધ વિરામ થયો. તેથી ટ્રમ્પ તે યુદ્ધ વિરામનો યશ લેવા માગે છે સાથે તે પણ વાસ્તવિકતા પ્રત્યે ધ્યાન દોરવું રહ્યું કે, ભારતનો એક પણ હુમલો પાકિસ્તાન ખાળી શક્યું નહીં, છેવટે તેની ન્યુક્લિયર ફેસિલીટી જે ભૂગર્ભમાં છે ત્યાં જતી ટનલ ઉપર ભારતે કરેલા મિસાઇલ હુમલા પછી પાકિસ્તાને સામે ચાલીને યુદ્ધ વિરામની વિનંતી કરી હતી જે ભારતે સ્વીકારી જોકે તે પૂર્વે ટ્રમ્પના ફોન બંને દેશોના નેતાઓ ઉપર આવ્યા હતા તે પણ એક વાસ્તવિકતા છે.

Tags :