Get The App

આ દેશમાં સોના ચાંદી નહી વધુ ગાયો ધરાવતો માણસ અમીર ગણાય છે

ગાયોના રક્ષણ માટે પશુપાલકો દિવસ રાત ઉજાગરા કરે છે

દીકરીઓને લગ્નમાં ગાયોના દાન આપવાની સદીઓ જુની પરંપરા છે

Updated: Oct 13th, 2020

GS TEAM


Google News
Google News
આ દેશમાં સોના ચાંદી નહી  વધુ ગાયો ધરાવતો માણસ અમીર ગણાય છે 1 - image


ખાર્ટુમ,13, સપ્ટેમ્બર,મંગળવાર,2020

ભારતમાં સદીઓથી ગોવંશને આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે મહત્વ આપવામાં આવે છે પરંતુ આફ્રીકાના દક્ષિણ સુડાન દેશમાં પણ ગાયોનું રક્ષણ કરવાની અને ગાયો પાળવાની પરંપરા છે. આમ તો દક્ષિણ સુડાનમાં 50 થી વધુ જનજાતિઓ રહે છે અને સેંકડો ભાષાઓ બોલાય છે. આ દેશના એથનિક ગ્રુપ સદીઓથી પોતપોતાની રીતે સ્વતંત્ર રહેવા ટેવાયેલા છે. આથી જ તો દેશના કેટલાક ભાગોમાં સરકારની નહી પરંતુ કબિલાઇ ગ્રુપોની પકકડ વધારે છે. નવાઇની વાત તો એ છે કે દક્ષિણ સુડાનમાં જેની પાસે ગાયો વધારે હોય તેને અમીર ગણવામાં આવે છે.  માત્ર ભારત જ નહી સુડાનના લોકો પણ ગાય માટે પૂજય ભાવ ધરાવે છે.  આજે પણ કબીલાઇ લોકોમાં જેમની પાસે વધારે ગાયો હોય તેને માનમોભો વધારે મળે છે.  સોના ચાંદી કે ઘરણા નહી પરંતુ કેટલ ઓફ વેલ્થ ગણાય છે.

આ દેશમાં સોના ચાંદી નહી  વધુ ગાયો ધરાવતો માણસ અમીર ગણાય છે 2 - image

 પશુપાલકો દીકરીઓના લગ્ન કરે ત્યારે ગોધન આપે છે જેટલું ગોધન વધારે આપે તેટલી પ્રતિષ્ઠા વધારે ગણાય છે. કબીલાઇઓને જમીન કે સંપતિના સ્થાને ગાયોનો મોહ આજકાલનો નહી પરંતુ દાયકાઓ જુનો છે. સુડાનના પશુપાલકો  સુડાનના પશુપાલકો ગાયોની ચોરી ના થાય તે માટે રાત દિવસ બંદુક લઇને ચોકી કરે છે. ગાયો ચોરવા માટે આવતી ગેંગો સાથેની અથડામણ સતત થતી રહે છે, એક સમુદાયના લોકો બીજા સમુદાયના લોકોની ગાયો ચોરે ત્યારે ધમાસણ મચી જાય છે. ગાયોની ચોરી એ ખૂબ મોટો ગુનો ગણવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં પણ ગાયોની ચોરીના કેસ નોંધાય છે. પશુપાલકો ખેતરમાં ગાયો ચરાવવા જાય ત્યારે હાથમાં લાકડી નહી પરંતુ બંદુક રાખીને ગાયોનું રક્ષણ કરે છે. ગાયો પર ત્રાટકીને બળજબરીથી લઇ જવા માટે સરકાર અને ભણેલા લોકો રેડ કેટલ શબ્દ પ્રયોજે છે. ગોધન માટે પહેલા પરંપરાગત ઝગડા થતા હવે એ કે 47 ધાણીની જેમ ફૂટે છે. 

આ દેશમાં સોના ચાંદી નહી  વધુ ગાયો ધરાવતો માણસ અમીર ગણાય છે 3 - image

1947માં ભારતને ભાગલાવાળી આઝાદી મળી હતી તેવી જ રીતે 1956માં બ્રિટને સુડાનમાં પણ ભારત જેવો જ પરંતુ અલગ પ્રકારનો ખેલ પાડયો હતો. સુડાનની જીઓ પોલિટિકલ સ્થિતિ ભારત કરતા સાવ ઉલટા પ્રકારની હતી.  સુડાનના પાટનગર ખાર્ટુમ પાસે બ્લ્યુ નાઇલ અને નાઇલ એમ બે નદી મળીને મુખ્ય નાઇલ નદી બને છે.  આ સફેદ અને વાદળી નદી સુડાનના ઉત્તર અને દક્ષિણ ભાગને જુદા પાડે છે. અહીંયા સુડાનના ડિવીઝન કરવાની જરુર હતી તેના સ્થાને ઉત્તર અને દક્ષિણ ભાગને કૃત્રિમ રીતે મર્જ કરીને એક સાથે જ આઝાદી આપવામાં આવી હતી. હકિકતમાં સુડાનના નોર્થ અને સાઉથ ભાગના લોકોને ધર્મ, કલ્ચર અને રીત રિવાજોની દ્વષ્ટીએ કોઇ જ મેળ ન હતો.  નોર્થ સુડાન અરબ મુસ્લિમ દેશો સાથે સંકળાયેલો છે. જયારે દક્ષિણ સુડાનમાં ખ્રિસ્તી ઉપરાંત 50 થી વધુ મલ્ટીપલ એથેનેક ટ્રાઇબ રહે છે.

આ દેશમાં સોના ચાંદી નહી  વધુ ગાયો ધરાવતો માણસ અમીર ગણાય છે 4 - image

 1956માં યુનાઇટેડ સુડાનની આઝાદીથી લોકો ભડકયા હતા. દક્ષિણ સુડાનના લોકોને ડર હતો કે ઉત્તર સુડાનના લોકો અને નેતાઓ તેમના પર હાવી થઇ જશે અને દક્ષિણ ભાગને જરાં પણ મહત્વ મળશે નહી. કમનસીબે યુનાઇટેડ સુડાન બનવાની સાથે જ આ શંકા સાચી પડતી જણાતી હતી. દક્ષિણ સુડાનમાં રિફાઇનરી અને પેટ્રોલિયમ સમૃધ્ધ ખરી પરંતુ કોઇ પોર્ટ ન હોવાથી યુનાઇટેડ સુડાન સરકાર તેમનું તેલ કાઢીને તગડી થાય છે એવી માન્યતા દ્વઢ બની હતી. આ મુદ્વે થોડાક સમયમાં જ  ભયંકર સીવિલ વોર ફાટી (1956 થી 1972 સુધી) ફાટી નિકળ્યું હતું. ઉત્તર અને દક્ષિણ ભાગના 4 લાખ લોકો અંદરોઅંદર કપાઇ મર્યા. હોલીવુડની એકશન ફિલ્મને પણ ઝાંખી પાડે તેવી મારોકાપોની લડાઇ થઇ હતી.

આ દેશમાં સોના ચાંદી નહી  વધુ ગાયો ધરાવતો માણસ અમીર ગણાય છે 5 - image

સુડાનના ઉત્તર અને દક્ષિણ ભાગના લોકોને 17 વર્ષ સુધી લડવા દીધા એ પછી આંતર રાષ્ટ્રીય બિરાદરીએ રકતપાત અટકાવવા એક સંધી હેઠળ યુધ્ધવિરામ કરાવ્યો હતો. આ સંધીમાં પેટ્રોલિયમ અને પશુધનની સમૃધ્ધિ ધરાવતા દક્ષિણ સુડાનના વિકાસને પ્રાધાન્ય આપવા પર ભાર મુકાયો હતો.દક્ષિણ સુડાન અને ઉત્તર સુડાનની સરહદ આજે પણ હાઇ ટેન્શનવાળી ગણાય છે. 2013મા નવેસરથી જે સિવિલ વોર શરુ થયું જેમાં 5000થી વધુ લોકોના મોત કેટલ રેડમાં થયા હતા. કેટલાક પશુપાલકો ગાયો ચોરાઇ જવાના ડરથી દીકરીઓને વહેલી પરણાવી દે છે.  જેમાં ગોધનની વાત ના હોય કે હાજરી ના હોય તે લગ્ન સાવ ફિકા બની જાય છે. 


Tags :