કેન્યામાં લોકો સમુદ્રતટે 'મેનગ્રોવ-ફોરેસ્ટ' ઉગાડે છે : પર્યાવરણમાં પરિવર્તન લાવે છે

- કેન્યાની મરેરેની તથા મીડા-કીકના સમુદ્રતટે મેનગ્રોવ ફોરેસ્ટ રચાતાં જમીનનું ધોવાણ બંધ થયું છે માછલીઓની સંખ્યા વધી છે
નવી દિલ્હી : કેન્યાની મારેરેની તથા મીડા કીકમાં યુવાનો અને મહિલાઓ મેનગ્રોવ (તમ્મર)ની ડાળીઓની ઓળખ કરી સમુદ્ર તટીય વિસ્તારમાં પર્યાવરણમાં પરિવર્તન લાવવા સક્રિય છે. તેમાં તેને એક સ્વૈચ્છિક સંસ્થા 'સીઓબીએસી' દ્વારા દરેક પ્રકારનો સાથ અપાય છે.
એક સમયે આ ખાડીઓમાં મેનગ્રોવનું જંગલ ફૂલ્યું ફાલ્યું હતું પરંતુ ઇંધણ માટે આડેધડ લાકડા કપાતા તે નામશેષ થઈ ગયું હતું. પરંતુ હવે તે ફોરેસ્ટ ફરી હર્યું-ભર્યું કરવા યુવાનોએ અને મહિલાઓએ ઝુંબેશ ઉઠાવી છે અને તે દ્વારા પર્યાવરણ સુધારી રહ્યાં છે.
તેઓ સ્થાનિક નર્સરીમાંથી મેનગ્રોવ વૃક્ષો માટેની 'કલમો' મેળવે છે અને સમુદ્રતટ પર રોપે છે. આ મેનગ્રોવ છોડ ખારા પાણીમાં જ ફૂલે-ફાલે છે. કેટલાક તો પછીથી માથોડા-ઉંચા થાય છે. તેના મોટી-રાયણ જેવા ફળો ખાવામાં પણ તેઓ લે છે. તે ઉપરાંત તે વિસ્તારમાં હવે પાણી (દરિયાનું પાણી) ભરાઈ રહેતું હોય તેમાં માછલીઓ પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ માછલીઓ તે મેન્ગ્રોવ ફોરેસ્ટ પાસે રહેલી મહિલાઓ મોટી ગરણી જેવી જાળ દ્વારા પકડી લે છે જે તેમને માટે મહત્વનો ખાદ્ય પદાર્થ પણ છે.
આ રીતે મેનગ્રોવ ફોરેસ્ટ એક તરફ જમીનનું ધોવાણ અટકાવે છે, તો બીજી તરફ તેના ફળો અને માછલી આપી ક્ષુધા-શાંતિમાં સહાયક બને છે.








