અદિસાબાબા,21 ડિસેમ્બર,2025,બુધવાર
દુષ્કાળ, ગરીબી, વર્ગ વિગ્રહના કારણે જાણીતા બનેલા પૂર્વ આફ્રિકાના ઇથોપિયા અને ઇરિટ્રિયામાં ૧૨ મહિના નહી પરંતુ ૧૩ મહિનાનું ૧ વર્ષ ગણાય છે. સમગ્ર દુનિયામાં આ બે દેશો જ અપવાદ છે જયાં પાંચ દિવસનું એક અઠવાડિયું ગણાય છે. એટલે કે ૧૩ મહિના બરાબર ૧ વર્ષ અને ૫ દિવસ બરાબર ૧ સપ્તાહ થાય છે. દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોકો ન્યૂઅર સેલિબ્રેશન કરે છે. આ દેશના લોકો જે કેલેન્ડરને ફોલો કરે છે તે બીજા દેશો કરતા જુદું પડે છે. હિંદુ પંચાગમાં ૧૨ મહિના હોય છે જેનો આધાર ચંદ્રની ગતિ પર રહેલો છે. અંગ્રેજી કેલેન્ડરમાં પણ ૧૨ મહિનાનું હોય છે પરંતુ તેનો આધાર સૂર્ય છે. અંગ્રેજી વર્ષ ૩૬૫ દિવસ અને ૬ કલાકનું હોય છે. આથી ભારતીય અને અંગ્રેજી કેલેન્ડર વચ્ચેનું અંતર ૧૧ દિવસ જેટલું રહે છે જે ૩ વર્ષમાં ૧ મહિના જેટલું થાય છે.

નવાઇની વાત એ છે કે ઇથોપિયામાં હાલમાં વર્ષ 2018 ચાલી રહયું છે. પ્રાચિન કોપ્ટિક કેલેન્ડરના આધાર ઉપર ઇથોપિયાઇ કેલેન્ડર ગ્રેગોરિયન કેલેન્ડર કરતા પાછળ છે. જે ઇસુ ખ્રિસ્તના જન્મનો સમય નકકી કરવાની વૈકલ્પિક ગણતરી પર આધારિત છે. એ રીતે જોઇએ તો આ દેશનું કેલેન્ડર દુનિયા કરતા ૭ વર્ષ અને ૩ મહિના પાછળ ચાલે છે. આ દેશના લોકો દર સપ્ટેમ્બર માસમાં નવા વર્ષની ઉજવણી કરે છે. વહેલી સવારે કોફી પિવડાવતા ઇથોપિયા દેશનો સમય પણ દુનિયા કરતા અલગ છે.આ બંને દેશમાં ૧ વાગે સૂર્યોદય થાય છે જયારે ૧૨ વાગે સૂર્યાસ્ત થાય છે. પુરાતત્વના પુરાવાઓ મુજબ પૃથ્વી પર માનવ વસ્તી રહેતી હોવાના સૌથી પ્રાચિન પુરાવા ઇથોપિયામાંથી મળે છે.

સૌ પ્રથમ ૧૯૭૨માં વૈજ્ઞાાનિકોને ૩૨ લાખ વર્ષ જુના હોમિનિડ સ્કેલેટન મળ્યા હતા. એ રીતે જોઇએ તો માનવીઓના પૂર્વજને ઇથોપિયા સાથે પણ સંબંધ છે. વિશ્વમાં સૌથી વધુ દુકાળનો ભોગ બનતા આ બંને દેશો આ રીતે પણ વિશિષ્ટ છે. ઇથોપિયા અને ઇરિટ્રિયામાં વિવિધ પ્રકારના એથેનિક ગુ્રપ અને ભાષાઓ બોલાય છે. રીત રિવાજો પણ જુદા જુદા છે તેમ છતાં એક જ કેલેન્ડર ચાલે છે.
પ૦ લાખની વસ્તી ધરાવતો ઇરિટ્રિયા એક સમયે ઇથોેપિયાનો જ એક ભાગ હતો પરંતુ ભાષા, કલ્ચર અને રિવાજો ઉપરાંત લોહી લુહાણ રાજકિય સંઘર્ષ થતા ૧૯૯૩માં ઇરિટ્રિયાએ પોતાને ઇથોપિયાથી સ્વતંત્ર દેશ જાહેર કર્યો હતો. ૨ દાયકા સુધી ચાલેલી સરહદ પરની લડાઇમાં ૮૦ હજાર લોકોના મોત થયા હતા. છેવટે ઇથોપિયાના યુવા વડાપ્રધાન અબી અહેમદે ઇરિટ્રિયા સાથેના વિવાદનો અંત લાવીને શાંતિ સ્થાપી હતી. તેમના આ કાર્યને બિરદાવીને ૨૦૧૯માં અબી અહેમદને શાંતિનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.


