અમેરિકામાં DNE તુલસી ગબ્બાર્ડે પૂર્વેનાં તંત્રો ઉપર ઇસ્લામિક સ્ટેટ ગુ્રપ ઊભા કરવાનો આક્ષેપ મુક્યો

પ્રમુખ ટ્રમ્પ જૂની વિદેશ નીતિને ઉલ્ટાવી પરિવર્તન લાવ્યા છે
અમેરિકાની શાસન બદલવાની નીતિ અને દેશો પર કાબુ ધરાવવાની નીતિઓ હવે સામી પડી છે, સાથે બંધ ન થાય તેવું વિષચક્ર શરૂ થયું છે
મનામા (બેઈટન): અમેરિકાના ડીરેકટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ (ડીએનઆઈ) તુલસી ગબ્બાર્ડે કહ્યું કે વિશ્વમાં વ્યાપી રહેલા ઇસ્લામિક ટેરરિઝમ માટે અમેરિકાની પૂર્વ સરકારોએ વિવિધ દેશોમાં સત્તા પરિવર્તન કરવાની નીતિ જ મુખ્યતઃ જવાબદાર છે. પરંતુ તે નીતિ છેવટે સામી પડી અને તે ન અટકે તેવું વિષચક્ર શરૂ કરી દીધું છે.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (આઈઆઈએસએસ) દ્વારા અહીં યોજાયેલા પરિસંવાદમાં શુક્રવારે આપેલા વક્તવ્યમાં તેઓએ અન્ય દેશોમાં હસ્તક્ષેપ કરવાની અને તે પણ હસ્તક્ષેપ કરવાની અમેરિકાની નીતિ સામી પડી છે, તેથી અસ્થિરતા ઉપસ્થિત થઈ છે. અબજોના અબજો ડોલર્સ વેડફાયા છે. અને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા (આઈએસઆઈએસ) જેવા અનેક ત્રાસવાદી જૂથો ઉપસ્થિત થયા છે. અને તેમને પુષ્ટિ પણ મળી છે.
આ સાથે તેઓએ પ્રમુખ ટ્રમ્પની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેઓના વ્યવહારૂ અને સમાધાનકારી અભિગમે જ અમેરિકાને તે નિષ્ફળ વિદેશ નીતિમાંથી બહાર કાઢયું છે. આપણી જૂની વિદેશ નીતિ આપણી સામે જ પડી હતી. તેથી અબજો ડોલર્સ વેડફાયા અસંખ્ય જાન પણ ગયા અને ઘણા કિસ્સાઓમાં તો આઈએસઆઈએસ જેવા ઇસ્લામિક જૂથોએ વૈશ્વિક સલામતી સામે ખતરો ઉભો કરી દીધો છે. પ્રમુખ ટ્રમ્પ આ નીતિ બદલવાના વચન સાથે તો ચૂંટાઇ આવ્યા છે. તેઓએ વિદેશ નીતિની દિશા જ બદલી નાખી છે. તેમણે અમેરિકાની સલામતી અને સમૃદ્ધિ ઉપર જ લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે. વિશ્વના બીજા દેશો સાથે અર્થસભર વ્યવહાર રાખ્યો છે. તે પૂર્વે તેઓએ જૂની વાતો ભૂંસી નાખી છે.








